IND vs PAK : કોણ છે ભારત સામે અડધી સદી ફટકારનાર સઈદ શકીલ? જાણો મેચની હાલની સ્થિતી

IND vs PAK : ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુકાબલો રોમાંચક સ્થિતીમાં ચાલી રહ્યો છે. ગ્રુપ A ના આ ત્રીજા મુકાબલામાં પાકિસ્તાન ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરી છે.

બંને ટીમો વચ્ચે આ મેચ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ચેમ્પિયન્સ ટ્રોફીમાં બંને ટીમોની આ બીજી મેચ છે.

saud shakil

આ મુકાબલામાં પાકિસ્તાનના કેપ્ટન મોહમ્મદ રિઝવાને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી પાકિસ્તાન ટીમના સ્ટાર બેટ્સમેન સઈદ શકીલે પોતાની અડધી સદી પૂરી કરી છે.

પાકિસ્તાને ધીમી શરૂઆત બાદ ધીમી બેટિંગ કરી છે. સઈદ શકીલ અને મોહમ્મદ રિઝવાનની 144 રનની પાર્ટનરશીપ બાદ પણ પાકિસ્તાન 36 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને માત્ર 165 રન બનાવી શકી છે.

આ પાર્ટનરશિપમાં સઈદ શકીલે 76 બોલમાં 62 રન બનાવ્યા. કેપ્ટન રિઝવાન 77 બોલમાં 42 રન બનાવીને અડધી સદી ચુક્યો.

સઈદ શકીલની વાત કરીએ તો તે પાકિસ્તાનનો ઉભરતો બેટ્સમેન છે. તેને હજુ વધારે ઈન્ટરનેશનલ મેચ નથી રમ્યો પણ ચેમ્પિયન ટ્રોફીમાં અડધી સદી ફટકારીને લોકોની નજરે ચડ્યો છે.

સઈદ શકીલ પાકિસ્તાનનો ડાબોડી મિડલ ઓર્ડર બેટ્સમેન છે, જેણે પોતાની ટેકનિકલ તાકાત અને સંયમથી પોતાને સાબિત કર્યો છે. તેનો જન્મ 5 સપ્ટેમ્બર 1995ના રોજ કરાચીમાં થયો છે. તેણે સ્થાનિક ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું, જેના કારણે તેને પાકિસ્તાનની ટીમમાં સ્થાન મળ્યું છે.

શકીલે 2022માં ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું અને પોતાની બેટિંગથી બધાને પ્રભાવિત કર્યા હતા. ખાસ કરીને સ્પિન બોલરો સામે તેની ટેકનિક અદ્ભુત માનવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X