IND vs PAK, World Cup 2023: આજે રોહિત-વિરાટ તોડી શકે છે આ મોટા રેકોર્ડ
IND vs PAK, World Cup 2023: ટીમ ઈન્ડિયા ICC વર્લ્ડ કપ 2023ની 12મી મેચમાં પાકિસ્તાન સામે ટકરાશે. ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં આજ સુધી ભારતીય ટીમ પાકિસ્તાન સામે એક પણ મેચ હારી નથી.
આવી સ્થિતિમાં, રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા આ રેકોર્ડને અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં પણ જાળવી રાખવા માંગે છે. આ મેચ ટૂંક સમયમાં શરૂ થવા જઇ રહી છે. આ મેચમાં ઘણા રેકોર્ડ તુટી શકે છે.

ICC રેન્કિંગમાં ભારત નંબર-1 - શું તમે જાણો છો કે, ભારતીય ટીમ ICC ODI ટીમ રેન્કિંગમાં નંબર-1 પર છે. પાકિસ્તાન નંબર-2 પર છે. આવી સ્થિતિમાં આજે વિશ્વ કપમાં વિશ્વની બે સૌથી શક્તિશાળી ટીમો ટકરાવા જઈ રહી છે. કોઈ પણ એંગલથી જોઈએ, તો આ મેચ ચાહકોને રોમાંચિત કરવામાં નિષ્ફળ જશે એમ લાગતું નથી.
વિરાટ કોહલી પાસે તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક - વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામેની 3 મેચમાં એક સદી અને એક અડધી સદીની મદદથી 193 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે પાકિસ્તાન સામે ODI વર્લ્ડ કપમાં પાંચ મેચમાં ત્રણ અડધી સદીની મદદથી 313 રન બનાવ્યા છે.
કોહલીને તેંડુલકરનો રેકોર્ડ તોડવા માટે 121 રનની જરૂર છે. કોહલી ત્યારપછી ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન બની જશે.
પાકિસ્તાન સામે રોહિત શર્માનો રેકોર્ડ - ચાહકો આજે પાકિસ્તાન સામેની શાનદાર મેચમાં ભારતીય કેપ્ટન રોહિત શર્મા પાસેથી સદીની અપેક્ષા રાખી રહ્યા છે. રોહિત શર્માએ ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે બે મેચ રમી અને 77.50ની એવરેજથી 155 રન બનાવ્યા છે.
જમણા હાથના બેટ્સમેને 2019 વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે સદી ફટકારી હતી. આ અગાઉ 2015 વર્લ્ડ કપમાં તે પાકિસ્તાન સામે 15 રન બનાવીને આઉટ થયો હતો.
પાકિસ્તાન સામે વિરાટનો રેકોર્ડ - વિરાટ કોહલીએ ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 3 મેચમાં 64.33ની એવરેજથી 193 રન બનાવ્યા છે. જેમાં એક સદીનો સમાવેશ થાય છે. કોહલીએ 2011 વર્લ્ડ કપની સેમીફાઈનલમાં 9 રન બનાવ્યા હતા.
કોહલીએ 2015 વર્લ્ડ કપમાં એડિલેડમાં પાકિસ્તાન સામે 107 રન બનાવ્યા હતા. કોહલીએ 2019 વર્લ્ડ કપમાં 77 રનની ઇનિંગ રમી હતી. વિરાટ કોહલીએ પાકિસ્તાન સામે કુલ 15 વનડે રમી હતી, જેમાં તેણે 55.16ની એવરેજથી 662 રન બનાવ્યા હતા. જેમાં ત્રણ સદીનો સમાવેશ થાય છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
