IND vs SL : ભારતના આ ખેલાડીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા T-20 સીરીઝને ગ્રહણ લાગ્યુ
દુનિયાભરમાં કોરોનાના કહેર વચ્ચે ઓલિમ્પિક ગેમ્સ સહિતની વિવિધ રમતોને વેગ મળી તો રહ્યો છે પરંતુ વચ્ચે વચ્ચે કોરોનાની દસ્તક ખેલાડીઓ માટે માંથાના દુખાવારૂપ બની રહી છે.
દુનિયાભરમાં કોરોનાના કહેર વચ્ચે ઓલિમ્પિક ગેમ્સ સહિતની વિવિધ રમતોને વેગ મળી તો રહ્યો છે પરંતુ વચ્ચે વચ્ચે કોરોનાની દસ્તક ખેલાડીઓ માટે માંથાના દુખાવારૂપ બની રહી છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ચાલી રહેલી ટી-20 સીરીઝને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે, વનડે સીરીઝ ખતમ થયા બાદ હવે ટી-20 સીરીઝની બીજી મેચ પહેલા કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ભારતીય ટીમના શ્રીલંકા પ્રવાસને કોરોનાનું ગ્રહણ લાગ્યુ છે ત્યારે હવે 27 જુલાઈએ યોજાનારી બીજી ટી-20 મેચ સ્થગિત કરવામાં આવી છે. કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટથી ભારતીય ટીમને મોટો ઝાટકો લાગ્યો છે. કૃણાલ પંડ્યાનો રિપોર્ટ પોઝિટીવ આવતા હવે તમામ ખેલાડીઓના કોરોના ટેસ્ટ થશે, ત્યારબાદ જો તમામ ખેલાડીઓના કોરોના રિપોર્ટ નેગેટીવ આવશે તો સીરીજની બીજી મેચ 28 જુલાઈએ રમાશે.
તમને જણાવી દઈએ કે આ પહેલા ઈંગ્લેન્ડમાં પણ ભારતીય ટીમ કોરોનાને કારણે ટેન્શનનો સામનો કરી ચુકી છે. ઋષભ પંતનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તમામ ખેલાડીઓમાં કોરોનાનો ડર ફેલાયો હતો. પંતનો રિપોર્ટ પોઝિટીવ આવતા તેને લંડનમાં જ રોકાવુ પડ્યુ હતુ, જ્યારે બાકીની ટીમ પ્રેક્ટિસ મેચ રમવા ડરહમ રવાના થઈ હતી.
હવે કૃણાલ પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા ભારતીય ટીમમાં ગરભાટનો માહોલ છે. ભારતીય ટીમના વધુ ખેલાડીઓ કોરોનાની ઝપેટમાં આવે તો સીરીઝ રોકવી પડે તેવી સ્થિતી ઉભી થઈ શકે છે. હવે ખેલાડીઓના રિપોર્ટ થશે ત્યારે જ ખબર પડશે કે બીજા ખેલાડીઓને પણ વાયરસનો ચેપ લાગ્યો છે કે કેમ?












Click it and Unblock the Notifications
