IND vs SL : જાડેજાએ રચ્યો ઈતિહાસ, જાણો કેટલા રેકોર્ડ કર્યા પોતાના નામે

સર' રવિન્દ્ર જાડેજાએ મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ધૂમ મચાવી દીધી છે. જાડેજાએ પહેલા અણનમ 175 રન બનાવ્યા, ત્યારબાદ બોલિંગની જવાબદારી આવી, ત્યારબાદ તેણે 5 વિકેટ લઈને શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 174 રન પર સમેટાઇ હતી.

નવી દિલ્હી : 'સર' રવિન્દ્ર જાડેજાએ મોહાલીમાં શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં ધૂમ મચાવી દીધી છે. જાડેજાએ પહેલા અણનમ 175 રન બનાવ્યા, ત્યારબાદ બોલિંગની જવાબદારી આવી, ત્યારબાદ તેણે 5 વિકેટ લઈને શ્રીલંકાની પ્રથમ ઈનિંગ 174 રન પર સમેટી લેવામાં અમૂલ્ય યોગદાન આપ્યું હતું. આ સાથે જાડેજા ટેસ્ટ મેચમાં 5 વિકેટ લેનાર અને 150 થી વધુ રન બનાવનાર ખેલાડીઓની ચુનંદા યાદીમાં જોડાયો છે.

49 વર્ષ બાદ એક ખેલાડી આ મુકામે પહોંચ્યો

49 વર્ષ બાદ એક ખેલાડી આ મુકામે પહોંચ્યો

ટેસ્ટ ક્રિકેટમાં 49 વર્ષ પછી એવું બન્યું છે, જ્યારે કોઈ ખેલાડીએ 150થી વધુ રન બનાવ્યા હોય, સાથે જ બોલિંગ કરતી વખતે એક ઇનિંગમાં 5 વિકેટ પણ લીધી હોય.

શ્રીલંકાના કેપ્ટન દિમુથ કરુણારત્નેને આઉટ કરનાર જાડેજાએ રવિવારના રોજ રમતના દિવસે દિવસના પ્રથમ ઇનિંગમાં શ્રીલંકાના લોઅર મિડલ ઓર્ડરને તબાહ કરીનાખ્યો હતો.

જાડેજાએ નિરોશન ડિકવેલાને 2 રને આઉટ કર્યો અને તે જ ઓવરમાં સુરંગા લકમલ 0 રને આઉટ થયો. ત્યારબાદ તેણે સતત બે બોલમાં વિશ્વા ફર્નાન્ડોઅને લાહિરુ કુમારાની વિકેટ લીધી હતી, જે કારણ શ્રીલંકાની પ્રથમ ઇનિંગ્સ 174 રનમાં સમેટાઈ ગઈ હતી.

આમ કરનાર તે 6મો ખેલાડી બન્યો

આમ કરનાર તે 6મો ખેલાડી બન્યો

વિનુ માંકડ, ડેનિસ એટકિન્સન, પોલી ઉમરીગર, ગેરી સોબર્સ અને મુશ્તાક મોહમ્મદ પછી જાડેજા હવે 6ઠ્ઠો ઓલરાઉન્ડર બની ગયો છે, જેણે ટેસ્ટમાં 5 વિકેટ અને 150થીવધુનો સ્કોર કર્યો છે.

ટેસ્ટમાં 150 થી વધુ સ્કોર અને 5 વિકેટ લેનારા ખેલાડીઓ -

ટેસ્ટમાં 150 થી વધુ સ્કોર અને 5 વિકેટ લેનારા ખેલાડીઓ -

  • વિનુ માંકડ (184 અને 5/196) 1952માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ
  • ડેનિસ એટકિન્સન (219 અને 5/56) 1955માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ
  • પોલી ઉમરીગર (172* અને 5/107) 1962માં વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ
  • ગેરી સોબર્સ (174 અને 5/41) 1966માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ
  • મુશ્તાક મોહમ્મદ (201 અને 5/49) વિ. ન્યુઝીલેન્ડ 1973
  • રવિન્દ્ર જાડેજા (175* અને 5/41) વિ. શ્રીલંકા 2022
પહેલા બેટિંગમાં ફરક પડશે

પહેલા બેટિંગમાં ફરક પડશે

આ પહેલા જાડેજા પ્રથમ ટેસ્ટના બીજા દિવસે બેટથી પોતાનું ફોર્મ બતાવ્યું હતું. તેણે 228 બોલમાં 17 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 175 રન બનાવ્યા હતા,જેમાં ભારતે 8 વિકેટના નુકસાને 574 રન બનાવી દાવ ડિકલેર કર્યો હતો.

તે જાડેજાનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર હતો અને તેની પાસે તેની પ્રથમ બેવડી સદી સુધીપહોંચવાની તક હતી, પરંતુ તેણે શનિવારના રોજ ખુલાસો કર્યો હતો કે તેણે શનિવારે અંતિમ ઇનિંગમાં શ્રીલંકાના બેટ્સમેનો પર દબાણ લાવવા માટે ટીમ મેનેજમેન્ટનેઇનિંગ્સ ડિક્લેર કરવાની અપીલ કરી હતી.

આ ઉપરાંત જાડેજા ટેસ્ટ ક્રિકેટમાં 7મા નંબર પર ભારત માટે સૌથી મોટી ઇનિંગ રમનાર બેટ્સમેન પણ બન્યો હતો. તેણેકપિલ દેવનો રેકોર્ડ તોડ્યો હતો.

આ અદ્ભુત રોકોર્ડ કર્યો પોતાના નામે

આ અદ્ભુત રોકોર્ડ કર્યો પોતાના નામે

જાડેજાએ એક ઇનિંગમાં ત્રણ બેટ્સમેન સાથે સદીની ભાગીદારી કરવાનો કરિશ્મા કર્યો હતો. તેણે પહેલા વિકેટકીપર-બેટ્સમેન રિષભ પંત સાથે છઠ્ઠી વિકેટ માટે 104રનની ભાગીદારી કરી હતી.

ત્યારબાદ 7મી વિકેટ માટે રવિચંદ્રન અશ્વિન સાથે 130 રનની ભાગીદારી કરી હતી, જ્યારે મોહમ્મદ શમી સાથે નવમી વિકેટ માટે અણનમ103 રનની ભાગીદારી ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી હતી.

એક ઇનિંગમાં ત્રણ 100 + ભાગીદારીમાં સામેલ ભારતીય બેટ્સમેન -

એક ઇનિંગમાં ત્રણ 100 + ભાગીદારીમાં સામેલ ભારતીય બેટ્સમેન -

  • વિનોદ કાંબલી વિ ઝિમ્બાબ્વે - દિલ્હી 1993
  • રાહુલ દ્રવિડ વિરુદ્ધ પાકિસ્તાન - રાવલપિંડી 2004
  • વિરેન્દ્ર સેહવાગ વિ પાકિસ્તાન - મોહાલી 2005
  • કરુણ નાયર વિરુદ્ધ ઈંગ્લેન્ડ - ચેન્નાઈ 2016
  • રવિન્દ્ર જાડેજા વિ શ્રીલંકા - મોહાલી 2022

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X