IND vs WI: પંડ્યાએ માર્યો વિનિંગ શોટ, સુર્યકુમારે રમી તોફાની ઇનિંગ, ભારતની જીત
ભારતે વેસ્ટઈન્ડિઝ સામેની T20 શ્રેણીમાં કમબેકના સંકેત આપ્યા છે. ટીમે ત્રીજી T20 મેચ 7 વિકેટે જીતી લીધી છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ જીત બાદ સિરીઝનો સ્કોર 2-1 થઈ ગયો છે. શ્રેણીની ચોથી મેચ 12 ઓગસ્ટે અમેરિકાના ફ્લોરિડા શહેરમાં રમાશે.
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે સૂર્યા અને તિલકની ઇનિંગની મદદથી 17.5 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 160 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો.

34 રને ગિલના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે ભારતીય ઇનિંગ્સની કમાન સંભાળી હતી. તેણે 44 બોલમાં 83 રન બનાવ્યા હતા. સૂર્યાએ T20 ઈન્ટરનેશનલની 14મી અડધી સદી ફટકારી હતી.
ઓપનરોના આઉટ થયા બાદ સૂર્યકુમાર યાદવે તિલક વર્મા સાથે ત્રીજી વિકેટ માટે અડધી સદીની ભાગીદારી કરી હતી. યાદવ-વર્માની જોડીએ 51 બોલમાં 87 રન ઉમેર્યા હતા. આ ભાગીદારી અલ્ઝારી જોસેફે સૂર્યાને આઉટ કરીને તોડી હતી.
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી કેરેબિયન ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 159 રન બનાવ્યા હતા. ઓપનર બ્રેન્ડન કિંગે 42 રનની ઇનિંગ રમી હતી. તેણે કાઇલ મેયર્સ સાથે 55 રનની ઓપનિંગ ભાગીદારી કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી. બાદમાં કેપ્ટન રોવમેન પોવેલે 40 રન બનાવી સ્કોર 150ની પાર પહોંચાડ્યો હતો.
ભારત તરફથી કુલદીપે 3 વિકેટ ઝડપી હતી. આ ફોર્મેટમાં તે સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે. કુલદીપે ચહલનો 34 ઈનિંગ્સનો રેકોર્ડ તોડ્યો હતો. અક્ષર પટેલ અને મુકેશ કુમારને એક-એક વિકેટ મળી હતી.
ટીમ ઈન્ડિયાએ પોતાની પ્લેઇંગ-11માં બે ફેરફાર કર્યા છે. યશસ્વી જયસ્વાલને ઈશાન કિશનની જગ્યાએ અને કુલદીપ યાદવને રવિ બિશ્નોઈના સ્થાને લેવામાં આવ્યા છે. જયસ્વાલે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ











Click it and Unblock the Notifications
