For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IND vs ZIM: ભારતે 5 વિકેટે જીતી બીજી મેચ, 2-0થી સીરીઝ પોતાને નામ કરી

બીજી ODIમાં, ભારતે ઝિમ્બાબ્વે (IND vs ZIM) ને 5 વિકેટથી હરાવીને 3 મેચની ODI શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. શનિવારે રમાયેલી બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 162 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 25.4 ઓવરમાં

|
Google Oneindia Gujarati News

બીજી ODIમાં, ભારતે ઝિમ્બાબ્વે (IND vs ZIM) ને 5 વિકેટથી હરાવીને 3 મેચની ODI શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. શનિવારે રમાયેલી બીજી વનડેમાં ટીમ ઈન્ડિયાને જીતવા માટે માત્ર 162 રનનો ટાર્ગેટ હતો, જેને ટીમે 25.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. વિજયમાં સંજુ સેમસને 39 બોલમાં 43 રનની અણનમ ઇનિંગ રમી હતી. ત્રીજી મેચ સોમવારે 22 ઓગસ્ટે રમાશે.

રાહુલે નિરાશ કર્યા

રાહુલે નિરાશ કર્યા

IPL-15 બાદ પ્રથમ વખત બેટિંગ માટે મેદાનમાં આવેલા કેપ્ટન કેએલ રાહુલે માત્ર 1 રન બનાવ્યા બાદ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. શાનદાર ફોર્મમાં ચાલી રહેલો શિખર ધવન પણ ટીમને સારી શરૂઆત અપાવ્યા બાદ 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. ઇશાન કિશન (6) પણ મોટી ઇનિંગ રમી શક્યો નહોતો. સતત રનનો વરસાદ કરી રહેલા શુભમન ગિલ આ મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરી અને 34 બોલમાં 33 રન બનાવીને આઉટ થયો.

જોકે, દીપક હુડ્ડા અને સંજુ સેમસને ચોથી વિકેટ માટે 58 બોલમાં 56 રન જોડીને ટીમનો વિજય સરળ કરી દીધો હતો. હુડ્ડા 25 રન બનાવીને આઉટ થયો હતો. સેમસન 43 રન અને અક્ષર પટેલ 6 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ઠાકુર આગળ ઝિમ્બાબ્વે પસ્ત

ઠાકુર આગળ ઝિમ્બાબ્વે પસ્ત

આ પહેલા ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેએ ફરીથી ચાહકોને નિરાશ કર્યા હતા. સમગ્ર ટીમ 38.1 ઓવરમાં 161 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. અનુભવી ખેલાડી સીન વિલિયમ્સ (42) સૌથી વધુ સ્કોરર રહ્યો હતો જ્યારે રેયાન બર્લે 47 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. બાંગ્લાદેશ સામે રનનો વરસાદ વરસાવનાર સિકંદર રઝા માત્ર 16 રન બનાવીને આઉટ થયો હતો.

ભારત માટે પ્લેઈંગ-11માં પરત ફરેલા ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરે સૌથી વધુ 3 વિકેટ પોતાના ખાતામાં લીધી હતી. મોહમ્મદ સિરાજ, પ્રમુખ ક્રિષ્ના, અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને દીપક હુડાને 1-1 વિકેટ મળી હતી.

22એ ત્રીજી મેચ

22એ ત્રીજી મેચ

ODI શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ સોમવારે હરારે સ્પોર્ટ્સ ક્લબમાં રમાશે. જ્યાં રાહુલ એન્ડ કંપની ક્લીન સ્વીપના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. આ સાથે જ ઝિમ્બાબ્વેની નજર છેલ્લી મેચ જીતીને પોતાનું સન્માન બચાવવા પર રહેશે.

છેલ્લી મેચમાં હજુ પણ બેંચ પર બેઠેલા ઋતુરાજ ગાયકવાડ, અવેશ ખાનને તક મળી શકે છે, જ્યારે પ્રથમ વખત વનડે ટીમનો ભાગ બનેલા રાહુલ ત્રિપાઠીને પણ અજમાવી શકાય છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IND vs ZIM: India won the second match by 5 wickets
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X