IND vs ZIM : ઝિમ્બાબ્વેને હરાવી ભારત પાસે ઇતિહાસ રચવાનો મોકો
IND vs ZIM : 6 જૂલાઈથી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની T20 સિરીઝ યોજાવા જઈ રહી છે. આ સિરીઝમાં ભારત પાસે ઇતિહાસ રચવાનો મોકો છે.
પાંચ મેચોની શ્રેણીની પ્રથમ મેચ શનિવારે 6 જુલાઈએ હરારે સ્ટેડિયમમાં રમાશે. આ સીરીઝ દરમિયાન ભારતીય ટીમના ઘણા ખેલાડીઓને ડેબ્યુ કરવાની તક મળી શકે છે.

BCCIએ આ શ્રેણી માટે ટીમની જાહેરાત ઘણા સમય પહેલા કરી દીધી હતી. શુભમન ગિલની કપ્તાની હેઠળ આ પ્રવાસમાં ઋતરાજ ગાયકવાડ અને સંજુ સેમસન જેવા અનુભવી ખેલાડીઓ છે.
આ સિરીઝ દરમિયાન શુભમન ગિલ પાસે એક મોટો રેકોર્ડ બનાવવાની તક હશે. જો ભારત પહેલી જ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવશે તો તે થશે જે અત્યાર સુધી અન્ય ટીમ કરી શકી નથી.
T-20 ઇન્ટરનેશનલમાં સતત સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ બર્મુડાના નામે છે. બર્મુડાએ 2021 થી 2023 સુધી સતત 13 T-20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે. મલેશિયાએ પણ આ સિદ્ધિ મેળવી છે.
મલેશિયાએ વર્ષ 2022માં સતત 13 મેચ જીતી છે. આ બંને દેશો ટેસ્ટ મેચ નથી રમી રહ્યા. આ પછી જો આપણે ટેસ્ટ મેચ રમતા દેશોની વાત કરીએ તો અફઘાનિસ્તાનની ટીમે 2018 થી 2021 સુધી સતત 12 T-20 આંતરરાષ્ટ્રીય મેચ જીતી છે.
ભારતીય ટીમે વર્ષ 2021 થી 2022 સુધી સતત 12 T-20 આંતરરાષ્ટ્રીય મેચ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ સ્થિતિમાં જો ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામે તેની પ્રથમ મેચ જીતે છે તો તે આ મામલે ટોચ પર પહોંચી જશે.
જો ટીમ ઈન્ડિયા પ્રથમ T20 ઈન્ટરનેશનલ મેચમાં ઝિમ્બાબ્વેને હરાવશે તો તેની સતત મેચ જીતવાની સંખ્યા 12 થી વધીને 13 થઈ જશે. આ સ્થિતિમાં ભારત સતત 13 T-20 ઈન્ટરનેશનલ મેચ જીતનાર અને ટેસ્ટ મેચ રમનાર પ્રથમ દેશ બની જશે.












Click it and Unblock the Notifications
