ફરી ભારત પાકિસ્તાન આવશે આમને સામને, 7 ઓક્ટોબરે ફરી યોજાશે મેચ, એશિયા કપનુ શિડ્યુલ જારી
આ મહિનાની શરૂઆતમાં જ ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાની હેઠળ એશિયા કપ 2022માંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હવે ભારતીય મહિલા ટીમ પાસે એશિયા કપ કબજે કરવાની અને પાકિસ્તાનને હરાવવાની તક છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા
આ મહિનાની શરૂઆતમાં જ ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાની હેઠળ એશિયા કપ 2022માંથી બહાર ફેંકાઈ ગઈ હતી. હવે ભારતીય મહિલા ટીમ પાસે એશિયા કપ કબજે કરવાની અને પાકિસ્તાનને હરાવવાની તક છે. હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમ શનિવાર (1 ઓક્ટોબર)થી બાંગ્લાદેશના સિલ્હેટમાં યોજાનાર મહિલા એશિયા કપ 2022માં ટાઇટલ જીતવા માટે મેદાનમાં ઉતરશે.

7 ઓક્ટોમ્બરે ભારત-પાકિસ્તાનની મેચ
આ વર્ષે મહિલા એશિયા કપની યજમાની બાંગ્લાદેશ કરી રહ્યું છે. ભારત, પાકિસ્તાન, મલેશિયા, શ્રીલંકા, થાઈલેન્ડ અને UAEની ડેબ્યુ ટીમ ટુર્નામેન્ટની અન્ય છ ટીમો છે. આ મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર પણ જોવા મળશે. ભારત અને પાકિસ્તાનની ટીમો 7 ઓક્ટોબરે એકબીજા સામે ટકરાશે. કોમનવેલ્થ ગેમ્સ 2022માં પાકિસ્તાનને હરાવ્યા બાદ ભારતીય ટીમ ફરી એકવાર પાકિસ્તાનને હરાવવા માંગે છે.

એશિયા કપ જીતવા ભારતની ટીમ દાવેદાર
ભારતીય ટીમ છ વખત ચેમ્પિયન અને છેલ્લી વખતની રનર્સઅપ રહી છે. હવે ફરી એકવાર ટુર્નામેન્ટ જીતવા માટે ભારત સૌથી મોટુ દાવેદાર છે. ભારતીય મહિલા ટીમે તાજેતરમાં જ ઈંગ્લેન્ડને 3-0થી હરાવ્યું હતું. બીજી તરફ બાંગ્લાદેશ પાસેથી પણ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે જ્યારે ચાર વખતની રનર્સ અપ શ્રીલંકા અને બે વખતની રનર્સ અપ પાકિસ્તાન પાસેથી પણ આ વખતે વધુ સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

ભારતીય મહિલા ટીમનું એશિયા કપ શેડ્યૂલ
- ભારત અને શ્રીલંકા વચ્ચેની મેચ 1 ઓક્ટોબર 2022 ના રોજ સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 1.00 વાગ્યાથી રમાશે.
- ભારત અને મલેશિયા વચ્ચેની મેચ 3 ઓક્ટોબર 2022 ના રોજ સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 1.00 વાગ્યાથી રમાશે.
- ભારત વિ UAE મેચ 4 ઓક્ટોબર 2022 ના રોજ સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 1.00 વાગ્યાથી રમાશે.
- ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 7 ઓક્ટોબર 2022 ના રોજ સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 1.00 વાગ્યાથી રમાશે.
- ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ 8 ઓક્ટોબર 2022 ના રોજ સિલ્હેટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 1.00 વાગ્યાથી રમાશે.
- ભારત અને થાઇલેન્ડની વચ્ચેની મેચ 10 ઑક્ટોબર 2022 ના રોજ સિલ્હટ આઉટર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે બપોરે 1.00 વાગ્યાથી રમાશે.

એશિયા કપ માટેની ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), શેફાલી વર્મા, જેમિમા રોડ્રિગ્ઝ, દયાલન હેમલતા, કિરણ નવગીરે, દીપ્તિ શર્મા, સ્નેહ રાણા, સબિનેન મેઘના, રિચા ઘોષ (WC), પૂજા વસ્ત્રકર, મેઘના સિંહ, રાજેશ્વરી ગાયકવાડ, રાધા યાદવ, રેણુકા સિંહ.












Click it and Unblock the Notifications
