• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સચિન, ધવન અને કોહલીને આ છોકરાએ શીખવી બેટિંગની ટેક્નિક્સ

|

નવી દિલ્હીઃ મેદાન પર જ્યારે કોઈ ખેલાડી ધમાકેદાર પ્રદર્શન કરે છે ત્યારે દેશ આખો તે ખેલાડીના વખાણ કરે છે અને તેમને પોતાના દિલમાં જગ્યા આપી દે છે, પરંતુ ક્યારેય તમે વિચાર્યું છે કે બેટ્સમેન કે બોલર જ્યારે મેદાનમાં પોતાની પ્રતિભાનું દમદાર પ્રદર્શન કરે છે તેની પાછળ કેટલાય લોકોની મહેનત અને પ્રયાસોનો પણ હાથ હોય છે. કોઈ ખેલાડીને સફળ બનાવવામાં બીજા કોઈ શખ્સનો હાથ પણ જરૂર હોય છે, જે એ ખેલાડીના પ્રદર્શનને સુધારવામાં અને ચમકાવવાના પ્રયત્નો કરતો હોય છે. એ પ્રયાસો થકી જ ખેલાડી પોતાની ઓળખ બનાવી શકે છે. ત્યારે લોકો આવા ખેલાડીઓને તો યાદ રાખે છે પણ તેમને સફળ બનાવનાર પડદા પાછળના શખ્સને કોઈ જાણતુ પણ નથી હોતું. ત્યારે અમે તમને જણાવીશું એક એવા શખ્સ વિશે જેણે સચિનથી લઈ કોહલી અને ધવન સહિતના ખેલાડીઓને બેટિંગની ટેક્નિક્સ શીખવી.

જાણો કોણ છે રઘુ

જાણો કોણ છે રઘુ

32 વર્ષનો રઘુ કર્ણાટકમાં ઉત્તરી કન્નડના એક નાનકડાં ગામમાં રહે છે. બાળપણથી જ ક્રિકેટ પ્રત્યે એને અલગ જ લગાવ હતો. ઘરવાળા ભણવાનું કહેતા તો રઘુએ સ્કૂલ અને ઘર બંને છોડી દીધાં. સપનું હતું કે મુંબઈ જઈ સચિનના કોચ રહેલ રમાકાંત અચરેકર પાસેથી ક્રિકેટની ટેક્નિક શીખવાનું. પરંતુ અહીં કેટલાય ક્લબોમાં કોશિશ કરી અને ત્રણ વર્ષ સુધી મુંબઈ રહેવા છતાં તે કંઈ જ ન બની શક્યો, ત્યારે તે બેંગ્લોર આવ્યો. અહીં નેશનલ ક્રિકેટ એકેડમીમાં થ્રોડાઉનનું કામ કરવા લાગ્યો અને બસ અહિથી જ શરુ થઈ તેમની સફળતાની કહાની.

દ્રવિડને પસંદ આવ્યો અને સચિને ટીમમાં એન્ટ્રી અપાવી

દ્રવિડને પસંદ આવ્યો અને સચિને ટીમમાં એન્ટ્રી અપાવી

આ કેમ્પમાં જ રઘુને દ્રવિડ જેવા દિગ્ગજો સામે બોલિંગ કરવાનો મોકો મળ્યો, અને આ પ્રતિભાની માત્ર એક અવસરની શોધ હતી. પછી તો શું દ્રવિડના દિલમાં રઘુ બેસી ગયો. રઘુની મહેનત અને ટેલેન્ટથી પ્રભાવિત દ્રવિડના કહેવા પર તેને 2008માં નેશનલ ટીમના ખેલાડીઓ સાથે નેટ્સમાં થ્રોડાઉનનું કામ મળી ગયું. જ્યાં તેમની મુલાકાત ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર સાથે થઈ જ્યાં તેમણે સચિન સામે કલાકો સુધી બોલિંગ કરી. દ્રવિડ અને સચિનના પૉઝિટિવ ફીડબેકથી રઘુને ડિસેમ્બર 2011માં ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફમાં અતિરિક્ત મેમ્બર તરીકે સામેલ કરી લેવામાં આવ્યો. ત્યારથી રઘુ સતત ટીમ ઈન્ડિયા સાથે દરેક જગ્યાએ ટ્રાવેલ કરે છે.

આવી રીતે બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવે છે

આવી રીતે બેટ્સમેનને પ્રેક્ટિસ કરાવે છે

32 વર્ષના આ ક્રિકેટના દીવાનાને ખેલાડીઓને ફાસ્ટ બૉલિંગની પ્રેક્ટિસ કરાવવાની એ સ્કિલ હાંસલ કરી જેના દમ પર ટીમ ઈન્ડિયા દરેક ટીમની વિરુદ્ધમાં શાનદાર પરફોર્મન્સ કરી રહી છે. ખાસ વાત એ છે કે રઘુ ટીમના દરેક ખેલાડીને નેટ પ્રેક્ટિસ દરમિયાન પિચની અડધી લંબાઈની દૂરીથી ફાસ્ટ બોલિંગ ફેસ કરાવવાની ગજબની પ્રેક્ટિસ કરાવે છે, જેનાથી દરેક ખેલાડીને ઉછાળ વાળા બોલની પણ પ્રેક્ટિસમાં પણ મદદ મળી રહે છે. રઘુના આ કામને ક્રિકેટની ભાષામાં થ્રોડાઉન કહેવામાં આવે છે. એમની આ સ્પશિયાલિટીના એશિયા કપમાં પણ ભારે વખાણ કરવામાં આવી રહ્યાં છે.

કેટલાય દેશોએ આપી ઑફર

કેટલાય દેશોએ આપી ઑફર

એ વાત પર કોઈ શંકા નથી કે જ્યારે તમારી પ્રતિભાનો ડંકો દુનિયાભરમાં વાગે છે તો કેટલાય લોકો એને પૈસા, ઈજ્જતના દમ પર તોલવાની કોશિશ કરે છે, આવું રઘુ સાથે પણ થયું. એમની પ્રતિભાથી પ્રભાવિત થયેલ કેટલાય દેશોએ એમને પોતાની ટીમમાં સામેલ કરવાની કોશિશ કરી છતાં રઘુએ ભારતીય ટીમનો સાથ ન છોડ્યો. આઈપીએલમાં પણ રઘુને કેટલીય ઑફર મળી પણ તે ભારતીય ક્રિકેટ ટીમના જ થઈને રહી ગયા. તાજેતરમાં જ વિરાટ કોહલીએ સદી ફટકારીને પોતાની બેટિંગનું ક્રેડિટ રઘુને આપ્યું હતું.

આવી રીતે કરે છે મદદ

આવી રીતે કરે છે મદદ

કહેવાય છેને કે માત્ર તમારી ખુબીઓ ગણાવે તે નહિ પણ જે તમારી કમીઓથી તમને માહિતગાર કરાવે તે સાચો સાથી હોય છે, આવા જ છે રઘુ, તેઓ પણ દરેક ખેલાડી પર બાજ નજર રાખે છે અને જ્યાં ક્યાંય પણ કમી જણાય સંકોચ રાખ્યા વિના તુરંત જે-તે ખેલાડીને કહી દે છે. કોહલીથી લઈને રહાણે સુધીના તમામ ખેલાડીઓને રઘુને પસંદ પણ કરે છે.

રાહુલ ગાંધી પર વરસ્યા જેટલી, કહ્યું- રાફેલ ડીલ રદ નહિ થાય

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
india winning mostly match is because of raghu, know untold story of raghu.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more