KBCમાં પહોંચી મિતાલી રાજ એન્ડ કંપની, જીતેલા પૈસા કર્યા દાન
KBCમાં જોવા મળશે ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કપ્તાન મિતાલી રાજ અને 6 અન્ય ખેલાડીઓ
આઇસીસી મહિલા વિશ્વ કપ 2017માં પોતાના શાનદાર પ્રદર્શનથી લોકોનું મન જીતનાર ભારતીય ક્રિકેટ ટીમની કપ્તાન મિતાલી રાજ ફરી એકવાર લોકોનું મન જીતવા આવી રહી છે. અમિતાભ બચ્ચનનો લોકપ્રિય શો 'કોન બનેગા કરોડપતિ' ટૂંક સમયમાં જ શરૂ થનાર છે. મિતાલી રાજ આ ટીવી શોના સેલિબ્રિટી એપિસોડમાં જોવા મળશે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમી કપ્તાન મિતાલી રાજ અને 6 અન્ય ખેલાડીઓએ સમાજીક સેવાના હેતુસર આ એપિસોડમાં ભાગ લીધો હતો. આ એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઇ ચૂક્યું છે, જે 1 સપ્ટેમ્બરના રોજ ટેલિકાસ્ટ કરવામાં આવશે. આ સાતેય ખેલાડીઓએ મળીને 6 લાખ 40 હજાર રૂપિયા જીત્યા હતા.
કેબીસીના શૂટિંગના બીજા જ દિવસે મિતાલી રાજ અને તેમની ટીમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જેમાં મિતાલી રાજ ઉપરાંત હરમનપ્રીત કૌર, વેદા કૃષ્ણામૂર્તિ, સ્મૃતિ મંધાના, પૂનમ રાઉત, ઝૂલન ગોસ્વામી અને દીપ્તિ શર્મા પણ હાજર રહ્યાં હતા.
નોંધનીય છે કે, મહિલા ક્રિકેટ ટીમ દ્વારા જીતવામાં આવેલ આ રકમ હૈદ્રાબાદની સામાજીક સંસ્થા 'પ્રયાસ'ને આપવામાં આવશે. આ સંસ્થા મહિલાઓના અત્યાચાર વિરુદ્ધ કામ કરે છે અને આ સંસ્થાની બ્રાન્ડ એમ્બેસેડર છે મિતાલી રાજ. આ સંસ્થાને આર્થિક રીતે મજબૂત કરવાનો મિતાલીએ સંકલ્પ કર્યો છે અને તેમને સપોર્ટ કરવા માટે અન્ય છ ખેલાડીઓ પણ સહયોગ કરવા સાથે આવ્યા હતા.












Click it and Unblock the Notifications
