T20 world cup : સેમિફાઇનલ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા ઇજાગ્રસ્ત
T20 world cup ની સેમફાઇનલ પહેલા ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન અને કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટીસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના ડાબા હાથમાં પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગતા તેના હાથમાં બેટ છુટી ગયુ હતુ અને તે ઇજાગ્રસ્ત થતા દ
T20 world cup ની સેમફાઇનલ પહેલા ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન અને કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટીસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના ડાબા હાથમાં પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગતા તેના હાથમાં બેટ છુટી ગયુ હતુ અને તે ઇજાગ્રસ્ત થતા દુખાવાથી હેરાન થઇને તેણે પ્રેક્ટિસ સેશન અધવચ્ચે છોડવુ પડ્યુ હતુ. થોડી વાર આરામ કર્યા બાદ ફરી તે પ્રેક્ટિસ કરવા માટે નેટમાં T20 world cup ની સેમફાઇનલ પહેલા ભારતીય ટીમના વિસ્ફોટક બેસ્ટમેન અને કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટીસ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તેના ડાબા હાથમાં પ્રેક્ટિસ દરમિયાન બોલ વાગતા તેના હાથમાં બેટ છુટી ગયુ હતુ અને તે ઇજાગ્રસ્ત થતા દુખાવાથી હેરાન થઇને તેણે પ્રેક્ટિસ સેશન અધવચ્ચે છોડવુ પડ્યુ હતુ. થોડી વાર આરામ કર્યા બાદ ફરી તે પ્રેક્ટિસ કરવા માટે નેટમાં આવ્યો હતો પણ તે નેટ પ્રેક્ટીસમાં ઘણો જ અસહજ લાગી રહ્યો હતો. તેની ઇજાના સમાચારથી તેના ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે. ટીમ ઇન્ડિયા 10 નવેમ્બરના રોજ ટી20 વર્લ્ડ કપની સેમિફાઇનલનો મુકાબલો ઇંગ્લેન્ડ સામે છે.

તમને જણાવી દઇએ કે B ગૃપમાં ઇન્ડિયા ને પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોચ્યા છે. જ્યારે A ગૃપમાથી ઇંગ્લેન્ડ અને ન્યુઝિલેન્ડ સેમિફાઇનલમાં પહોચ્યા છે. પહેલી સેમિફાઇનલ પાકિસ્તાન અને ન્યુઝિલેન્ડ વચ્ચે 9 નવેમ્બરના રોજ અને બીજી સેમિફાઇનલ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 10 નવેમ્બરના રોજ યોજાશે આ મુકાબલામાં જે ટીમ વિજેતા થશે તે ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો થશે. ટી 20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ 13 નવેમ્બરના રોજ યોજાશે.
ઝિમ્બાબ્વે સામે જોરદાર જીત મેળવ્યા બાદ ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સાથે થનાર મુકાબલાને ટીમ માટે મોટી ચેલેન્જ માની હતી. તેણે કહ્યુ હતુ કે, અમે હાલમાં એક મેચ રમ્યા છીએ પરંતુ ઇંગ્લેન્ડ અમારા માટે એક મોટી ચુનોતી છે. તે સારુ ક્રિકેટ રમી રહ્યા છે. આ એક હાઇ પ્રેસર વાળો મુકાબલો હશે.












Click it and Unblock the Notifications
