For Quick Alerts
For Daily Alerts
Highlights: પંજાબની શાનદાર શરૂઆત,પરંતુ બાજી મારી KKRએ
કોલકાતા ખાતે રમાયેલી કેકેઆર વિ. કિંગ્સ ઇલેવન પંજાબની મેચની હાઇલાઇટ્સ વાંચો અહીં..
કોલકાતા નાઇટ રાઇડર્સ વિરુદ્ધ કિંગ્સ ઇલેવન પંજાબ ની મેચમાં કેકેઆરની ટીમે ટોસ જીતી પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પંજાબની ટીમ દ્વારા દાવની શરૂઆત સારી કરવામાં આવી હતી. મેચની શરૂઆતમાં જ મનન વોરા તથા હાસીમ અમલાએ 53 રનની ભાગીદારી નોંધાવી હતી.
- સિઝનની પ્રથમ મેચ રમી રહેલા કેકેઆરના ઉમેશ યાદવે શાનદાર પ્રદર્શન કરતાં એક જ ઓવરમાં ત્રણ વિકેટ ઝડપી હતી. ઉમેશ યાદવે આ મેચમાં કુલ 4 વિકેટ ઝડપી હતી.
- પંજાબના કેપ્ટન મેક્સવેલ પણ ઉમેશ યાદવના બોલ પર આઉટ થયા હતા.
- સારી શરૂઆત છતાં પણ કેકેઆરની ટીમ પંજાબને 170/9 જેટલા સામાન્ય સ્કોર પર રોકવામાં સફળ રહી.
- આ સરળ લક્ષ્યાંકનો પીછો કરતાં કેકેઆરના સુનીલ નારાયણ અને ગૌતમ ગંભીરે દાવની શરૂઆત કરી હતી.
- ક્રિસ લિનની ગેરહાજરીમાં સુનીલ નારાયણે દાંવની શરૂઆત કરી આશ્ચર્ય સર્જ્યું હતું.
- સુનીલ નારાયણે માત્ર 18 બોલમાં 37 રન ફટકારી શાનદાર શરૂઆત કરી હતી.
- કેકેઆરની જીતમાં કપ્તાન ગૌતમ ગંભીરે 72 રન ફટકારી મહત્વપૂર્ણ ફાળો નોંધાવ્યો છે.
- તો સામે કપ્તાન ગૌતમ ગંભીરે આ મેચમાં આઇપીએલ સિઝનની 33મી અડધી સદી પૂર્ણ કરી ડેવિડ વોર્નરના રેકોર્ડની બરાબરી કરી હતી.
- આ સાથે જ તેમણે આઇપીએલ સિઝન-17માં સૌથી વધુ રન ફટકારી ઓરેન્જ કેપ પણ મેળવી હતી.
- કોલકાતાની જીતમાં મનીષ પાંડેનું યોગદાન પણ મહત્વપૂર્ણ છે. તેમણે છગ્ગો ફટકારી 3 ઓવર પહેલાં જ મેચ સમાપ્ત કરી હતી.
- પરફેક્ટ કેચ ઓફ ધ મેચનો એવોર્ડ - મનીષ પાંડે
- મેક્સિમમ 6s એવોર્ડ - સુનીલ નારાયણ
- સ્ટાયલિશ પ્લેયર એવોર્ડ - ગૌતમ ગંભીર
- મેન ઓફ ધ મેચ - સુનીલ નારાયણ
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો
Comments
ipl ipl 10 ipl 2017 kolkata knight riders punjab kings gautam gambhir umesh yadav highlights આઇપીએલ આઇપીએલ 10 આઇપીએલ 2017 કોલકાતા નાઇટ રાઇડર્સ કિંગ્સ ઇલેવન પંજાબ ગૌતમ ગંભીર ઉમેશ યાદવ હાઇલાઇટ્સ
English summary
IPL 10 Kolkata Knight Riders Vs Kings XI Punjab Kolkata Highlights.