IPL 10: સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાતને 8 વિકેટથી હરાવ્યું
સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 53મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 53મી મેચ છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને ગુજરાત લાયન્સ વચ્ચે આ મેચ હાલ કાનપુરનાં ખચાખચ ભરેલા ગ્રીન પાર્ક સ્ટેડિયમમાં રમાઇ રહી છે. સનરાઇઝર્સ હૈદરાબાદને પ્લે ઓફમાં પહોચવા માટે આ મેચ જીતવી જરૂરી છે. અત્યારે હૈદરાબાદના 13 મેચમાં 15 પોઇન્ટ છે. જો હૈદરાબાદ આ મેચ જીતી જાય છે. તો તે આસાનીથી પ્લે ઓફમાં પહોચી જશે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.આ મેચની જીત સાથે જ હૈદરાબાદ પ્લે ઓફમાં પહોચી ગઇ છે

UPDATE:
- આઇપીએલ 10માં 53મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત લાયન્સને 8 વિકેટથી હરાવ્યું હતુ.
- ગુજરાત લાયન્સના 155 રનના ટાર્ગેટ પીછો કરતા રાઇઝર્સ હૈદરાબાદે 18.1 ઓવરમાં 2 વિકેટે ગુનાવીને મેચ જીતી લીધી હતી.
- ડેવિડ વોર્નર (69) અને વિજય શંકર (63) રને નોટ આઉટ..
- હેનરિક્સ 4 રને પ્રવીણ કુમારની ઓવરમાં દિનેશ કાર્તિક દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદની બીજી વિકેટ પડી.
- શિખર ધવન 18 રને પ્રવીણ કુમારની ઓવરમાં ફોકનર દ્વારા કેચ આઉટ થયો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ શિખર ધવનનાં રૂપમાં ગુમાવી હતી..
- ગુજરાત લાયન્સે રાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
- સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ ગુજરાત લાયન્સે 19.2 ઓવરમાં 154 રને ઓલ આઉટ થઇ ગયુ હતુ.
- અંકિત સોની 0 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 8મી વિકેટ પડી.
- પ્રદીપ સાંગવાન 0 રને સિરાજની ઓવરમાં આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 7મી વિકેટ પડી.
- જેમ્સ ફોકનર 8 રને સિરાજની ઓવરમાં આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 6 મી વિકેટ પડી.
- એરોન ફિન્ચ 2 રને રાશિદ ખાનની ઓવરમાં આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની 5મી વિકેટ પડી.
- દિનેશ કાર્તિક 0 રને રાશિદ ખાનની ઓવરમાં દીપક હુડ્ડા દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ચોથી વિકેટ પડી.
- સુરેશ રૈના 2 રને સિરાજની ઓવરમાં શિખર ધવન દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની ત્રીજી વિકેટ પડી.
- ઇશન કિશન 60 રને મોહમ્મદ સિરાજની ઓવરમાં નમન ઓઝા દ્વારા કેચ આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સની બીજી વિકેટ પડી.
- ડ્વેન સ્મિથ 54 રને રાશિદ ખાનની ઓવરમાં LBW આઉટ થયો હતો.
- ગુજરાત લાયન્સે પ્રથમ વિકેટ ડ્વેન સ્મિથનાં રૂપમાં ગુમાવી હતી..
- ગુજરાત લાયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય કર્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદ:
ડેવિડ વોર્નર, શિખર ધવન, હેનરિક્સ, વિજય શંકર, દીપક હુડ્ડા, મોહમ્મદ નબી, સિદ્ધાર્થ કૌલ, મોહમ્મદ સિરાજ, નમન ઓઝા, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન
ગુજરાત લાયન્સ:
ડ્વેન સ્મિથ, ઇશાન કિશન, સુરેશ રૈના (કેપ્ટન), દિનેશ કાર્તિક, પ્રદીપ સાંગવાન, મુનાફ પટેલ, અંકિત સોની, એરોન ફિન્ચ, રવિન્દ્ર જાડેજા, જેમ્સ ફોકનર, પ્રવીણ કુમાર
-
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
