IPL10 : ગુજરાત લાયન્સ vs પુણે સુપરજાયન્ટસ્
જરાત લાયન્સ અને પુણે સુપરજાયન્સની આજે છે રાજકોટમાં મેચ. ત્યારે બન્ને ટીમો આજે જીત માટે એડી ચોટીનું જોર લગાવ્યું હતું. પણ ગુજરાતની ટીમની જીત થઇ છે.
સુરેશ રૈનાની કપ્તાનીમાં આજે ગુજરાત લાયન્સનો મુકાબલો પુણે સુપરજાયટ્સ સાથે થઇ રહ્યો છે. આ મેચમાં રવિદ્ર જાડેજા ટીમમાં પાછા ફરતા ગુજરાત લાયન્સની ટીમે રાહતનો શ્વાસ લીધો છે. ટોસ જીતી ગુજરાત લાયન્સે પહેલા ફિલ્ડીંગ કરવાનું નક્કી કર્યું છે. જો કે મેચની શરૂઆતમાં જ પુણેનો પહેલી વિકેટ પડી જતા અપસેટ સર્જાયો હતો. અને પછી પણ ગુજરાતની દમદારે ફિલ્ડીંગ અને બોલિંગ પુણે પર ભારે પડી હતી. પુણેએ 172 રનોનો લક્ષ્ય આપ્યો હતો. જેને ગુજરાતની ટીમે 3 વિકેટ ખોઇને સરળતાથી મેળવી લીધો હતો. અને મોટી જીત મેળવી હતી.

નોંધનીય છે કે આ મેચ બન્ને ટીમો માટે ખુબ જ જરૂરી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સંઘ સ્ટેડિયમમાં હાલ રમાયેલી આ મેચને જોવા મોટી સંખ્યામાં દર્શકો આવ્યા છે. આઇપીએલમાં અત્યાર સુધી ગુજરાત લાયન્સે એક પણ મેચ જીતી નથી. ત્યારે ગુજરાત ટીમની આ વિજય ટીમનો ઉત્સાહ વધાર્યો છે. તો સામે પક્ષે પુણે પણ એક વાર જીતનો સ્વાદ ચાખ્યો તે ચાખ્યો તે પછી હાર જ જોઇ છે. જો કે ગુજરાતની ટીમમાં જાડેજાની દમદાર બોલિંગ દર્શકોને ખુશ કરી દીધા હતાા.












Click it and Unblock the Notifications
