IPL 10: હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યુ હતુ.
સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આઇપીએલ 10 સિઝનનો 48મી મેચ છે. તમામ લાઇવ અપડેટ મેળવો અહીં.
આઇપીએલ 10 સિઝનની આજે 48મી મેચ છે, જે સનરાઇઝર્સ હૈદરાબાદ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે આ મેચ છે. મુંબઈની ટીમ 11 મેચમાંથી નવ મેચમાં જીત મેળવી પ્લેઓફમાં પ્રવેશ મેળવી ચુકી છે. પ્લેઓફમાં ટકી રહેવા માટે હૈદરાબાદની ટીમ મુંબઈનો સામનો કરશે. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આ બીજો મુકાબલો હશે. જે હાલ હૈદરાબાદના ખચાખચ ભરેલા રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાવાની છે. ત્યારે આ મેચની તમામ લેટેસ્ટ માહિતી જાણવા માટે આ પેજને રિફ્રેશ કરતા રહો. અહીં અમે તમને આ મેચની તમામ અપડેટ આપતા રહીશું.

UPDATE :
- આઇપીએલ 10ના 48મા મુકાબલામાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને 7 વિકેટથી હરાવ્યુ હતુ.
- મુંબઇ ઇન્ડિયન્સે 139 રનના ટાર્ગેટનો પીછો કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 18.2 ઓવરમાં 3 વિકેટે ગુમાવીને મેચને જીતી લીધી હતી.
- હૈદરાબાદ તરફથી શિખર ધવન સૌથી વધુ 62 રને અણનમ જ્યારે હેનરિક્સ 44 રનની ઈનિંગ્સ રમી હતી.
- હૈદરાબાદ તરફથી કૌલે સોથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
- શિખર ધવન (62) અને વિજય શંકર (15) રને નોટ આઉટ.
- યુવરાજ સિંહ 9 રને લસિથ મલિંગાની ઓવરમાં હાર્દિક પંડ્યા દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝર્સ હૈદરાબાદે ત્રીજી વિકેટ પડી.
- હેનરિક્સ 44 રને જસપ્રિત બુમરાહની ઓવરમાં રોહિત શર્મા દ્વારા કેચ આઉટ થયો હતો.
- રાઇઝર્સ હૈદરાબાદે બીજી વિકેટ પડી.
- ડેવિડ વોર્નર 6 રને મિશેલ મેકલેરેઘનની ઓવરમાં LBW થયો હતો.
- રાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ વિકેટ ડેવિડ વોર્નરનાં રૂપમાં ગુમાવી હતી.
- મુંબઇ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 139 રનનો ટાર્ગેટ આપ્યો છે.
- સનરાઇઝર્સ હૈદરાબાદ વિરૂદ્ધ મુંબઇ ઇન્ડિયન્સે 20 ઓવરમાં 7 વિકેટે 138 રન બનાવ્યાં હતા.
- કર્ણ શર્મા 5 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં નમન ઓઝા દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 7 મી વિકેટ પડી.
- કિરોન પોલાર્ડ 5 રને ભૂવનેશ્વર કુમારની ઓવરમાં વિજય શંકર દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 6મી વિકેટ પડી.
- રોહિત શર્મા 67 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની 5મી વિકેટ પડી.
- હાર્દિક પંડ્યા 15 રને રાશિદ ખાનની ઓવરમાં હેનરિક્સ દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની ચોથી વિકેટ પડી.
- પાર્થિવ પટેલ 23 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ડેવિડ વોર્નર દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની ત્રીજી વિકેટ પડી.
- નીતિશ રાણા 9 રને સિદ્ધાર્થ કૌલની ઓવરમાં ભૂવનેશ્વર કુમાર દ્વારા કેચ આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સની બીજી વિકેટ પડી.
- સિમોન્સ 1 રને મોહમ્મદ નબી ઓવરમા આઉટ થયો હતો.
- મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ વિકેટ સિમોન્સનાં રૂપમાં ગુમાવી હતી.
- મુંબઇ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સ:
સિમોન્સ, પાર્થિવ પટેલ, નીતિશ રાણા, કિરોન પોલાર્ડ, રોહિત શર્મા (કેપ્ટન), હાર્દિક પંડ્યા, કર્ણ શર્મા, મિશેલ મેકલેરેઘન, લસિથ મલિંગા, જસપ્રિત બુમરાહ, હરભજન સિંહ,
સનરાઇઝર્સ હૈદરાબાદ :
ડેવિડ વોર્નર (કેપ્ટન), શિખર ધવન, ભૂવનેશ્વર કુમાર, રાશિદ ખાન, હેનરિક્સ, મોહમ્મદ નબી, યુવરાજ સિંહ, નમન ઓઝા, વિજય શંકર, સિદ્ધાર્થ કૌલે, હમદ સિરાજ












Click it and Unblock the Notifications
