IPL 2020: વિકેટ કીપર્સનો મુકાબલો, રિષભ પંત પર વધી રહ્યું છે દબાણ
IPL 2020: વિકેટ કીપર્સનો મુકાબલો, રિષભ પંત પર વધી રહ્યું છે દબાણ
ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આ વર્ષે અલગ જ પ્રકારની જંગ ચાલી રહી છે. આ મુકાબલો વિકેટકીપર બેટ્સમેન વચ્ચે છે. કેએલ રાહુલ, સંજુ સેમસન, ઈશાન કિશન અને રિષભ પંત વચ્ચે એક અલગ જ પ્રકારની પ્રતિસ્પર્ધા ચાલી રહી છે. જો કે કેએલ રાહુલ સીમિત ઓવરોની ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવવાની રેસમાં સૌથી આગળ છે પરંતુ સૌથી વધુ દબાણ રિષભ પંત પર છે. પંત જેમને ક્યારેક મહેન્દ્ર સિંહ ધોનીના સ્વાભાવિક ઉત્તરાધિકારી માનવામાં આવી રહ્યા હતા, તેઓ પર હાલ ભારે દબાણ વધી રહ્યું છે.

કે એલ રાહુલ (KL Rahul)
કિંગ્સ ઈલેવન પંજાબ (Kings Xi Punjab) ના કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે કમાલનું પ્રદર્શન કર્યું છે. રાહુલે આ સીઝનમાં અત્યાર સુધી 11ની એવરેજથી 222 રન બનાવ્યા છે. જેમાં આ સીઝનની પહેલી શદી ઉપરાંત એક ફીફ્ટી પણ સામેલ છે. રાહુલનું ફોર્મ ધમાકેદાર છે અને સાથે જ કેપ્ટનની ભૂમિકા પણ સારી રીતે નિભાવી રહ્યા છે.

સંજુ સેમસન (Sanju Samson)
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ના સંજૂ સેમસન પણ પાછળ નથી. સેમસને રાજસ્થઆન માટે 79.50ની એવરેજથી બે ઈનિંગમાં 159 રન બનાવ્યા છે. બંને ઈનિંગમાં તેમણે ફીફ્ટી લગાવી છે અને મેન ઑફ ધી મેચ હ્યા ચે. સેમસન એક લય સાથે બેટિંગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમને ટીમ ઈન્ડિયામા સામેલ કરવા જોઈએ તેવી વાત પણ છેડાવા લાગી છે.

ઈશન કિશન (Ishan Kishan)
આ ઉપરાંત ઈશાન કિશનની વાત કરીએ તો તેમણે એક જ મેચમાં પ્રભાવિત કર્યા છે. લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમનાર ડાબોડી આ બેટ્સમેને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ 58 બોલમાં 99 રનની ઈનિંગ રમી. પોતાની ઈનિંગમાં ઈશન કિશને નવ છગ્ગા લગાવ્યા. પોતાની ઈનિંગની મદદથી મુંબઈની ટીમ મેચને સુપર ઓવર સુધી પહોંચાડી શકી. જો કે રૉયલ ચેલેન્જર્સે સુપર ઓવરમાં જીત હાંસલ કરી.

રિષભ પંત (Rishabh Pant)
એવામાં દિલ્હી કેપિટલ્સના ઋષભ પંત પર દબાણ વધી ગયું છે. મંગળવારે તેમની પાસે ખુદને હીરો સાબિત કરવાનો મોકો હતો. સનરાઈઝર્સ હૈદબારાબાદ વિરુદ્ધના મુકાબલામાં જ્યારે તેઓ બેટિંગ કરવા ઉતર્યા ત્યારે તેમની ટીમને 12 ઓવરમાં 120 રન જોઈતા હતા. આઠ વિકેટ હાથમાં હતી. તેમણે સીધી શરૂઆત કરી અને 13મી ઓવરમાં સતત છગ્ગા ફટકાર્યા. તેમની આજુબાજુમાં વિકેટ ખરી રહી હતી પરંતુ પંત 30 રન નજીક પહોંચી ચૂક્યો હતો. લાગી રહ્યું હતું કે તે પોતાની ટીમને જીત અપાવી શકે છે.
પાછલી બે ઈનિંગમાં 31 અને 37 રન બનાવ્યા હતા. એવામાં તેમની પાસે આ મેચમાં હીરો બનવાનો મોકો હતો. તે રાશિદ કાનની બોલ પર ડીપ સ્ક્વેર લેગહ પર કેચ આઉટ થઈ ગયો. અને સીઝનની સતત બે મેચ જીત્યા બાદ દિલ્હીની સીઝનની પહેલી હાર મળી. આઈપીએલ 13માં અત્યાર સુધી કુલ 11 મુકાબલા થઈ ચૂક્યા છે અને દરેક ટીમ ઓછામા ઓછી એક જીત નોંધાવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
