For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2020 KKR vs CSK: ધોની, ડુ પ્લેસિસ, રશેલ, મોર્ગન બનાવી શકે આ રેકોર્ડ

IPL 2020 KKR vs CSK: ધોની, ડુ પ્લેસિસ, રશેલ, મોર્ગન બનાવી શકે આ રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

આજે આઈપીએલની 21મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ધમાકેદાર મુકાબલો થનાર છે. આ મેચ આબુધાબીના શૈખ જાયદ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ચેન્નઈ પોતાની સતત ત્રીજી જીતના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરશે જ્યારે કોલકાતા જીતની પટરી પર પરત ફરવાના હેતુ સાથે મેદાન-એ-જંગમાં ઉતરશે.

કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ સામે પોતાની પહેલી મેચ હારીને ટૂર્નામેન્ટની શરૂઆત કરી હતી જો કે બાદમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ સામે સતત બે જીત બાદ કોલકાતા પોતાના જૂના ટ્રેક પર પાછું ફર્યું હતું. જો કે દિનેશ કાર્તિકની સેના ચોથી ગેમમાં દિલ્હી કેપિટલ્સ સામે હારી ગઈ હતી.

જ્યારે પીળી જર્સીએ ધોનીની આગેવાનીમાં પહેલી જ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે જીત મેળવી આઈપીએલ 2020ની ધમાકેદાર શરૂઆત કરી હતી. જો કે બાદમાં ચેન્નઈ સુપર કિંગ્સ કંઈ ખાસ પ્રદર્શન નહોતું કરી શક્યું. પંજાબ સામે કરારી હાર પણ મળી હતી.

આ મેચમાં કેટલાય ટોપ સ્ટાર્સ જોવા મળી શકે છે- મહેન્દ્ર સિંહ ધોની, ઈયોન મોર્ગન, એન્ડ્રૂ રસેલ અને ફાફ ડૂ પ્લેસિસ અલગ અલગ રેકોર્ડનો પીછો કરી રહ્યા છે. ત્યારે આજની મેચમાં કેટલાય રેકોર્ડ તૂટી શકે છે.

ઈયોન મોર્ગન

ઈયોન મોર્ગન

વર્લ્ડ કપ વિજેતા ટીમ ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયોન મોર્ગને હજી સુધી આઈપીએલ 2020માં એકપણ ફીફ્ટી ફટકારી નથી. એકવાર 42 અને એકવાર 32 રન બનાવીને ફીફ્ટીથી થોડા દૂર રહી ગયા હતા. દિલ્હી સામે 18 બોલમાં 44 રન ફટકાર્યા હતા પણ ફીફ્ટી નહોતા મારી શક્યા. ઈયોન મોર્ગન પોતાના આઈપીએલ કરિયરના 1000 રનથી માત્ર 10 રન જ દૂર છે.

ફાફ ડુ પ્લેસિસ

ફાફ ડુ પ્લેસિસ

ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન ફાફ ડુપ્લેસિસ સતત રન બનાવવાના મામલે આઈપીએલ 2020માં બીજા સ્થાને છે. અત્યાર સુધીમાં ફાફ ડૂપ્લેસિસે 282 રન બનાવ્યા છે. ફાફ ડુ પ્લેસિસને ઓરેન્જ કેપ મેળવવા માટે માત્ર 21 રનની જરૂર છે. જ્યારે ફાફ 79 રન બનાવી લેશે તો ચેન્નઈ સુપર કિંગ્સ માટે તેમના 2000 રનનો રેકોર્ડ બની જશે.

એન્ડ્રૂ રસેલ

એન્ડ્રૂ રસેલ

વિન્ડિઝ ઓલરાઉન્ડર કેકેઆર માટે મજબૂત મધ્યમ ક્રમ ઉપલબ્ધ કરાવી શકે છે. એન્ડ્રૂ રસેલ આઈપીએલમાં પોતાના 1500 રન બનાવવાથી માત્ર 52 રન દૂર છે અને આઈપીએલના 100 ચોગ્ગાના રેકોર્ડથી માત્ર 4 બાઉન્ડ્રી દૂર છે.

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક

દિનેશ કાર્તિક પણ આજની મેચમાં પોતાનો નવો રેકોર્ડ બનાવવા માટે ઉતરશે. દિનેશ કાર્તિક આઈપીએલમાં કેપ્ટન તરીકે પોતાના 1000 આઈપીએલ રન બનાવી શકે છે. દિનેશ કાર્તિક પોતાના આ માઈલસ્ટોનથી માત્ર 51 રન દૂર છે.

એમ એસ ધોની

એમ એસ ધોની

એમએસ ધોનીએ હાલમાં જ આઈપીએલ કરિયરના 4500 રન અને આઈપીએલમાં 100 કેચ પકડવાનો રેકોર્ડ બનાવી નાખ્યો હતો, હવે તે ચેન્નઈ સુપર કિંગ્સ માટે 4000 આઈપીએલ રન બનાવવાથી માત્ર 51 રન જ દૂર છે.

અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવો

અંબાતી રાયડુ અને ડ્વેન બ્રાવો

જ્યારે અંબાતી રાયડૂ 37 રન પૂરા કરતાં જ ચેન્નઈ સુપર કિંગ્સ માટે 1000 રન બનાવવાનો રેકોર્ડ સ્થાપી દેશે, જ્યારે ડ્વેન બ્રાવો પોતાના આઈપીએલના 1500 રનથી માત્ર 17 રનદૂર છે અને આઈપીએલ કરિયરની 150 વિકેટ ખેરવવાથી તે 3 વિકેટ દૂર છે.

હાર બાદ સ્ટીવ સ્મિથને લાગ્યો ઝાટકો, 12 લાખનો દંડ પણ ભરવો પડશેહાર બાદ સ્ટીવ સ્મિથને લાગ્યો ઝાટકો, 12 લાખનો દંડ પણ ભરવો પડશે

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2020 KKR vs CSK: Dhoni, Du Plessis, Russel, Morgan chaging this milestone
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X