RR vs KXIP: જોસ બટલર આ ખેલાડીને રિપ્લેસ કરશે
RR vs KXIP: જોસ બટલર આ ખેલાડીને રિપ્લેસ કરશે
ઈંગ્લેન્ડના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર આજે આઈપીએલ 2020નો પોતાનો પહેલો મેચ રમશે. બટલર ક્વોરેન્ટાઈન નિટમોને કારણે ચેન્નઈ વિરુદ્ધ રાજસ્થાનના પહેલા મેચમાં ભાગ નહોતા લઈ શક્યા. પરંતુ આજે કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ મેચમાં તેમની વાપસી ફાઈનલ છે. બટલર પણ આઈપીએલ 2020ના પોતાના પહેલા મેચને લઈ ઘણા ઉત્સાહિત છે.

બટલર જો આજે પંજાબ વિરુદ્ધ મેચમાં પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે તો ડેવિડ મિલરે બેંચ પર બેસવું પડશે. અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ પંજાબ વિરુદ્ધ આ મેચમાં જોસ બટલર અંતિમ ઈલેવનનો ભાગ હશે. એવામાં બટલર ટીમમાં મિલરની જગ્યા લેશે. બટલરની વાપસી બાદ સ્ટીવ સ્મિથ, જોફ્રા આર્ચર અને ટૉમ કર્રન અન્ય વિદેશી ખેલાડી હશે.
પંજાબ વિરુદ્ધ મેચ રમતા પહેલાં બટલરે કહ્યું કે, "મારો પહેલો મેચ રમવાને લઈ ઉત્સાહિત છું. ટીમના બાકી ખેલાડીઓ સાથે અભ્યાસ કરવો બહુ શાનદાર રહ્યો. ટીમ ઘણી પોઝિટિવ છે, માટે હું મેદાનમાં ઉતરવા માટે ઉત્સુક છું."
શારજાંહના મેદાન પર નેટ સત્ર બાદ બટલરે કહ્યું કે પહેલી મેચમાં જીત બાદ ટીમનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો છે. અભ્યાસ શાનદાર રહ્યો અને અમે એક બીજાના સાથનો લુફ્ત ઉઠાવી રહ્યા છીએ. કિંગ્સ ઈલેવન પંજાબ વિરુદ્ધ એક બહુ પ્રતિસ્પર્ધિ મેચની ઉમ્મીદ છે.
આ વિકેટકીપર બેટ્સમેને આગળ કહ્યું કે કેએલ રાહુલે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ અસાધારણ ઈનિંગ રમી હતી. દર વખતેની જેમ આ વખતે પણ તેની વિકેટ ઘણી મહત્વની હશે. મને લાગે છે કે નાના મેદાન અને ડ્યૂને કારણે મોટા સ્કોરવાળી વધુ એક મેચ જોશો.
જણાવી દઈએ કે રાજસ્થઆન રોયલ્સે આ સીઝનમાં અત્યાર સુધી એક મેચ રમી છે, જેમાં તેણે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવી હતી. રાજસ્થાન માટે આ મેચમાં સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસને ફીફ્ટી લગાવી હતી. જ્યારે કિંગ્સ ઈલેવન પંજાબે આ સીઝનમાં બે મેચ રમી છે. જેમાંથી એક મેચમાં હાર અને એક મેચમાં જીત મળી.












Click it and Unblock the Notifications
