IPL 2020 RR vs SRH: સંભાવિત પ્લેઈંગ ઈલેવન અને હેડ ટૂ હેડ રેકોર્ડ

IPL 2020 RR vs SRH: સંભાવિત પ્લેઈંગ ઈલેવન અને હેડ ટૂ હેડ રેકોર્ડ

રાજસ્તાન રોયલ્સની ટીમ જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સ સામેની પાછલી મેચમાં ઉતરી તો તેમના ધ્યાનમાં જયદેવ ઉનાડકટની એ ઓવર પણ હસે જેને પગલે આરસીબીએ એક જ ઓવરમાં 25 રન ફટકાર્યા હતા અને રાજસ્થાને હારતી સંતોષ માનવો પડ્યો હતો. જ્યારે મેચમાં ગુલાબી ગેંગનું વર્ચસ્વ વધુ હતું છતાં મેચ હારવી પડી.

rr vs srh

આખરે ચેન્નઈ સામેની મેચમાં જયદેવથી પીછો છોડાવી અંકિત રાજપૂતને તેની જગ્યાએ પ્લેઈંગ ઈલેવનમાં એન્ટ્રી આપી. જો કે અંકિત રાજપૂતને ચેન્નઈ સામે માત્ર એક જ ઓવર રમવા મળી હતી, કેમ કે રાજસ્થાન રોયલ્સ પાસે બોલિંગ ડિપાર્ટમેન્ટમાં છ વિકલ્પો ઉપલબ્ધ હતા. એ મુકાબલો રાજસ્થાન જીતી પણ ગયું હતું માટે આજે વિનિંગ કોમ્બિનેશનમાં કોઈ બદલાવ નહિ ઈચ્છે.

આજે સાજે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે તો જીત સાથે ખુદને પ્લેઑફની રેસમાં બનાવી રાખવાની ઈચ્છા સાથે એડીચોટીનું જોર લગાવશે. આ ટીમે 10 મેચમાં માત્ર 4 જીત સાથે 8 અંક મેળવ્યા છે જ્યારે હૈદરાબાદના 9 મેચમાં 6 અંક છે. આ મુકાબલો પોઈન્ટ ટેબલમાં નાટકિય બદલાવ કરવા તો નથી જઈ રહ્યો પરંતુ હારનાર ટીમ માટે હવે ફરીથી વાપસીની છલાંગ લગાવવી અસંભવ થઈ જશે.

હૈદરાબાદની વાત કરીએ તો તેના ધાકડ બેટ્સમેન વિલિયમન કેકેઆર સામે હૈમ્સ્ટિંગમાં હળવો ખેંચાવ અનુભવી રહ્યા હતા અને આ મેચમાં કદાચ તેઓ બહાર પણ રહી શકે છે. દુબઈમાં તેજ બોલર્સને કદાચ થોડી મદદ મળશે તો જેસન હોલ્ડરને મોકો આપવામાં આવી શકે છે. આ ઉપરાંત વિજય શંકર પાસે પણ બોલિંગ કરાવવામાં આવી શકે છે. બાસિલ થંપીએ પોતાનની મેચમાં રન ખુબ લૂંટાવ્યા હતા પણ હૈદરાબાદ માટે તેમને બહાર રાખવાનું કોઈ બહાનું નહિ હોય.

આ પ્રકારે હોય શકે છે બંનેની પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સઃ રોબિન ઉથપ્પા, બેન સ્ટોક્સ, સંજૂ સેમસન, સ્ટીવન સ્મિથ, જોસ બટલર, રિયાન પરાગ, રાહુલ તેવતિયા, જોફ્રા આર્ચર, શ્રેયસ ગોપાલ, અંકિત રાજપૂત, કાર્તિક ત્યાગી

સનરાઈઝર્સ હૈદરાબાદઃ ડેવિડ વોર્નર, જૉની બેયરસ્ટો, મનીષ પાંડે, કેન વિલિયમસન/ જેસન હોલ્ડર, પ્રિયમ ગર્ગ, વિજય શંકર, અબ્દુલ સમદ, રાશિદ ખાન, સંદીપ શર્મા, ટી નટરાજન, બાસિલ થમ્પી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X