For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: MI અને KKR વચ્ચે આજે મેદાન-એ-જંગ, રોહિત સહિત આ ખેલાડીઓને મોકો મળશે

IPL 2021: MI અને KKR વચ્ચે આજે મેદાન-એ-જંગ, રોહિત સહિત આ ખેલાડીઓને મોકો મળશે

|
Google Oneindia Gujarati News

IPL 2021નો આજનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે. આ સિઝનની શરૂઆત જ્યાં કેકેઆરે શાનદાર જીત સાથે કરી ત્યાં જ મુંબઈ ઈન્ડિયન્સે બીજા તબક્કાની શરૂઆતમાં જ હારનો સામનો કરવો પડ્યો છે. એવામાં આ મુકાબલામાં બંને ટીમ મોટા બદલાવ કરી શકે છે. આજની મેચમાં રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શકે છે.

MI vs KKR

કોલકાતા નાઈટ રાઈડર્સની સારી શરૂઆત

એક તરફ કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમની વાત કરીએ તો તેણે પોતાની પાછલી મેચમાં બેંગ્લોર પર 9 વિકેટે જીત નોંધાવી છે. શુભમન ગિલ અને વેંકટેશ ઐય્યરે યૂએઈમાં પોતાની પહેલી મેચમાં જ ટીમને શાનદાર શરૂઆત અપાવી છે. એવામાં તેવામાં તેમની ટીમમાં બદલાવ થવાની ઉમ્મીદ ના બરાબર છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ સંભાવિત પ્લેઈંગ ઈલેવન

શુભમન ગિલ, વેંકટેશ ઐય્યર, રાહુલ ત્રિપાઠી, નિતીશ રાણા, ઈયોન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), આંદ્રે રસેલ, સુનીલ નરેન, લૉકી ફર્ગ્યૂસન, વરુણ ચક્રવર્તી, પ્રસિદ્ધ કૃષ્ણા.

મુંબઈ ઈન્ડિયન્સ સંભાવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા, ક્વિંટન ડી કોક, સૂર્ય કુમાર યાદવ, ઈશાન કિશન, સૌરભ તિવારી, કીરોન પોલાર્ડ, હાર્દિક પંડ્યા, ટ્રેંટ બોલ્ટ, રાહુલ ચહર, જસપ્રીત બુમરાહ, એડમ મિલ્ને.

MI vs KKR Head to head

મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સના આઈપીએલ ઈતિહાસ પર નજર નાખીએ તો બંને ટીમ અત્યાર સુધીમાં કુલ 28 વખત આમને સામને થઈ ચૂકી છે. આ દરમિયાન મુંબઈનું પલડું વજનદાર સાબિત થયું છે.

રોહિત શર્માની કપ્તાની વાળી મુંબઈની ટીમ કોલકાતા વિરુદ્ધ 22 મેચમાં જીત નોંધાવી ચૂકી છે. જ્યારે માત્ર છ મેચમાં જ કોલકાતાને જીત મળી છે. 78 ટકાથી વધુ મેચ મુંબઈએ પોતાના નામે કર્યા છે. કોલકાતા માત્ર 22 ટકા મેચને જ પોતાના નામે કરી શકી છે. ત્યારે કોલકાતા મુંબઈ સામેની હારનો સિલસિલો તોડી શકે છે કે નહીં તે આજની મેચમાં જ ખબર પડશે.

જો હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ સામે કોલકાતાના બેટ્સમેન શુભમન ગિલ, ઈયોન મોર્ગન અને નિતીશ રાણા તથા કોલકાતાના બોલર્સમાં લોકી ફર્ગ્યુશન અને સુનિલ નરીનનો સારો રેકોર્ડ છે. જ્યારે કોલકાતા સામે મુંબઈના બેટ્સમેન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા તથા ટ્રેન્ટ બોલ્ટનો કેકેઆર સામે સારો રેકોર્ડ છે.

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: MI vs KKR Probable Playing Xi, Head to Head record and player's form in Gujarati
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X