For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IPL 2021: ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન બાદ હવે કાંગારૂ કોચ પણ રાજસ્થાન રોયલ્સથી બહાર

IPL 2021: ઓસ્ટ્રેલિયાઈ કેપ્ટન બાદ હવે કાંગારૂ કોચ પણ રાજસ્થાન રોયલ્સથી બહાર

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી મશહૂર ક્રિકેટ ટી20 લીગ આઈપીએલની 14મી સિઝનને લઈ તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. હાલમાં જ ખેલાડીઓની હરાજીમાં કેટલીય ટીમોએ ફેરબદલાવ કર્યા છે, રાજસ્થાન રોયલ્સે સૌથી વધુ ચોંકાવનારા બદલાવ કર્યા છે. રાજસ્થાન રોયલ્સની ટીમે હરાજી પહેલાં પોતાના ખેલાડીઓને રિટેન અને રિલીઝ યાદી જાહેર કરી જેમાં તેમણે પોતાના કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો અને ટીમની કમાન યુવા ખેલાડી સંજૂ સેમસનને સોંપી દીધી.

andrew mcdonald

જો કે એવું લાગી રહ્યું છે કે રાજસ્થાન રોયલ્સની ટીમે આઈપીએલ 2020માં ખરાબ પ્રદર્શનને જોતાં ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીઓ અને સ્ટાફથી નારાજગગી થઈ છે જેને કારણે તેણે પહેલાં સ્ટીવ સ્મિથને ટીમથી બહારનો રસ્તો દેખાડ્યો અને હવે ટીમના મુખ્ય કોચ એન્ડ્ર્યૂ મૈકડોનાલ્ડને પણ બહાર કરી દીધા છે.

રાજસ્થાન રોયલ્સની ટીમે રવિવારે આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે ઓસ્ટ્રેલિયાઈ કોચ એન્ડ્ર્યૂ મૈકડોનાલ્ડની હેડ કોચ તરીકે છુટ્ટી કરી દીધી છે. જ્યારે આઈપીએલની 14મી સિઝન માટે ઈંગ્લેન્ડના ટ્રેવર પેનીને સહાયક કોચની કમાન આપવામાં આવી છે. તેઓ ટીમના નવા ડાયરેક્ટર ઑફ ક્રિકેટ કુમાર સાંગાકારાના નેતૃત્વમાં ટીમની દેખરેખ કરશે.

ઉલ્લેખનીય છે કે રાજસ્થાન રોયલ્સની ટીમે એંડ્ર્યૂ મૈકડોનાલ્ડને આઈપીએલ 2020 પહેલાં ટીમના હેડ કોચની જવાબદારી સોંપવામાં આવી હતી પરંતુ ટીમનું પ્રદર્શન બહુ ખરાબ રહ્યું અને તે પોઈન્ટટેબલમાં સૌથી નીચે રહી. નોંધનીય છે કે રાજસ્થાનની ટીમે આ વર્ષે હરાજીમાં ઈતિહાસની સૌથી મોટી બોલી લગાવતાં સાઉથ આફ્રીકાના ઓલરાઉન્ડર ખેલાડી ક્રિસ મોરિસને પોતાના કેમ્પમાં સામેલ કર્યો છે.

હરાજી બાદ કુમાર સાંગાકારાએ આઈપીએલ 2021 માટે પોતાની રણનીતિ વિશે વાત કરતા કહ્યું હતું કે તેમની ટીમ આ સિઝન ઓલરાઉન્ડર ખેલાડીઓનો વધુ ઉપયોગ કરશે અને જોફ્રા આર્ચરના નેતૃત્વમાં ક્રિસ મૉરિસ આ પ્લાનનો મહત્વનો ભાગ રહેશે.

વંશવાદના આરોપો વચ્ચે ફરહાન અખ્તરે અર્જુન તેંડુલકરનો બચાવ કર્યોવંશવાદના આરોપો વચ્ચે ફરહાન અખ્તરે અર્જુન તેંડુલકરનો બચાવ કર્યો

ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો

English summary
IPL 2021: rajasthan royals show andrew mcdonald way to out
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X