IPL 2022: રવિન્દ્ર જાડેજા બન્યા CSKના નવા કેપ્ટન
રવિન્દ્ર જાડેજા CSKના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ સોંપવાનું નક્કી કર્યું અને રવિન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા બાદ આ નિર્ણય કરાયો છે.
IPL 2022 : રવિન્દ્ર જાડેજા CSKના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે એમએસ ધોનીએ ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ સોંપવાનું નક્કી કર્યું અને રવિન્દ્ર જાડેજાને ટીમનું નેતૃત્વ કરવા માટે પસંદ કર્યા બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે. જાડેજા, જે 2012 થી ચેન્નાઈ સુપર કિંગ્સનો અભિન્ન હિસ્સો છે, તે CSKનું નેતૃત્વ કરનાર માત્ર ત્રીજો ખેલાડી હશે. ધોની આ સિઝનમાં અને તે પછી પણ ચેન્નાઈ સુપર કિંગ્સનું પ્રતિનિધિત્વ કરવાનું ચાલુ રાખશે.

આઈપીએલ ઈતિહાસમાં કેપ્ટન તરીકે એમએસ ધોની :
- મેચ - 204
- જીત - 121
- હાર - 82
- નો રેસ્ટ - 1
- જીતની ટકાવારી - 59.60
- 4 વખત IPL વિજેતા કેપ્ટન
- 2 વખત CL T20 વિજેતા કેપ્ટન

આ ખેલાડી CSKનો નવો કેપ્ટન બન્યો
મહેન્દ્ર સિંહ ધોની (MS ધોની) એ ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની શરૂઆત પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ છોડી દીધી છે. આ તેના ચાહકો માટે આંચકાથીઓછું નથી.
ધોનીની જગ્યાએ સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા આ જાણકારીઆપી છે.
ધોની એક ખેલાડી તરીકે ટીમ સાથે જોડાયેલો રહેશે. ઉલ્લેખનીય છે કે, IPL 2022ની મેગા ઓક્શન પહેલા જાડેજા ચેન્નાઈ દ્વારા રિટેન કરાયેલો સૌથી મોંઘોખેલાડી હતો. ચેન્નાઈએ તેને 16 કરોડ રૂપિયામાં જાળવી રાખ્યો હતો. જ્યારે ટીમે એમએસ ધોનીને 12 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા.
|
એક મહાન ઓલરાઉન્ડર છે જાડેજા
રવિન્દ્ર જાડેજા ખૂબ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. જાડેજા બોલની સાથે સાથે બેટમાં પણ યોગદાન આપવામાં નિષ્ણાત ખેલાડી છે. છેલ્લી ઘણી સિઝનમાં, તે ચેન્નાઈ માટેસૌથી મોટા મેચ વિનર તરીકે ઉભરી આવ્યો છે. જ્યારે પણ કેપ્ટન ધોનીને વિકેટની જરૂર પડતી ત્યારે તે જાડેજાનો નંબર ફેરવતો હતો.
IPL 2021માં RCB સામેનીમેચમાં રવિન્દ્ર જાડેજાએ એક ઓવરમાં 5 સિક્સર ફટકારી હતી. તેના સ્પિનના જાદુથી કોઈ બચ્યું નથી. તે કોઈપણ પીચ પર વિકેટ લઈ શકે છે. તેની ચાર ઓવર રમવીકોઈપણ વિરોધી ટીમ માટે સરળ નથી.

જાડેજા CSKનો ત્રીજો કેપ્ટન હશે
રવીન્દ્ર જાડેજા 2012થી ચેન્નાઈની ટીમ સાથે છે. તે CSK ટીમનો ત્રીજો કેપ્ટન હશે. મહેન્દ્ર સિંહ ધોની IPLની પ્રથમ સિઝન એટલે કે, 2008થી ટીમનું નેતૃત્વ કરી રહ્યોહતો.
213 મેચમાં કેપ્ટનશિપ કરતી વખતે ધોનીએ 130 મેચમાં ટીમને જીત અપાવી છે. આ વચ્ચે સુરેશ રૈનાએ 6 મેચમાં કેપ્ટનશિપ પણ કરી છે, જેમાંથી ટીમ માત્ર 2મેચ જીતી શકી છે.

16 કરોડમાં રિટેન કરાયો હતો જાડેજા
આ વખતે ચેન્નાઈની ટીમે જાડેજા અને ધોની સહિત 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. જાડેજાને ફ્રેન્ચાઇઝીએ રૂપિયા 16 કરોડમાં જાળવી રાખ્યો હતો. જ્યારે ધોનીને આસિઝન માટે માત્ર 12 કરોડમાં જ રિટેન કરવામાં આવ્યો હતો.
આના પરથી શરૂઆતથી જ અનુમાન લગાવવામાં આવ્યું હતું કે, જાડેજાને કેપ્ટન બનાવવામાં આવી શકેછે. તેના સિવાય મોઈન અલીને 8 કરોડ અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમાં રિટેન કરવામાં આવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
