IPL 2023: ચેમ્પિયન બનતા જ ધોનીએ કરી દીધુ સન્યાસને લઈને મોટુ એલાન
IPL 2023, MS Dhoni on his retirement: મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સને પાંચમી વખત ટાઇટલ જીતવામાં સફળતા મળી. એવી અટકળો ચાલી રહી હતી કે આ સિઝનમાં ફાઈનલ સાથે તેની કારકિર્દીનો અંત આવશે. ધોનીએ ફાઈનલ મેચ બાદ સંન્યાસને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ધોનીએ નિવૃત્તિ અંગે પૂછવામાં આવેલા સવાલો પર કહ્યું કે નિવૃત્તિ લેવાનો આ શ્રેષ્ઠ સમય છે પરંતુ મને ઘણો પ્રેમ મળી રહ્યો છે. છોડવું સહેલું હશે પરંતુ 9 મહિના સુધી મહેનત કરીને બીજી IPL રમવી મુશ્કેલ હશે. શરીર માટે તે સરળ નથી.

તમે ભાવુક હોવ છો, ચેન્નાઈમાં પ્રથમ મેચમાં મારા નામના નારા લાગી રહ્યા હતા. મારી આંખમાં આંસુ આવી ગયા. મને ડગઆઉટમાં તેના પર વિચારવાનો સમય હતો.
ધોનીએ કહ્યું કે હું જે છું તેના માટે ચાહકો મને પ્રેમ કરે છે. જમીન સાથે જોડાયેલા હોવાને કારણે તેમનો પ્રેમ છે. હું જે નથી તે હોવાનો ડોળ કરવાનો હું ક્યારેય પ્રયાસ કરતો નથી. દરેક ટ્રોફી ખાસ હોય છે પરંતુ IPLમાં તમારે મુશ્કેલ મેચો માટે તૈયાર રહેવાનુ હોય છે.
ધોનીએ કહ્યું કે આજે બોલિંગ કામ કરી શકી નથી પરંતુ બેટ્સમેનોએ પ્રેશર હટાવી દીધુ. હું નિરાશ થઈ જાઉ છુ પણ દરેક માણસ સાથે આવુ થાય છે. દબાણનો સામનો કરવાની દરેક વ્યક્તિની અલગ રીત હોય છે. અજિંક્ય રહાણેને લઈને કોઈ ચિંતા નહોતી કારણ કે તે અનુભવી ખેલાડી છે. ધોનીએ રાયડુની પ્રશંસા કરતા કહ્યું કે તે હંમેશા મેદાન પર પોતાનું 100 ટકા આપે છે. ધોનીએ મજાકમાં કહ્યું કે હું તેની સાથે ફેરપ્લે એવોર્ડ નહીં જીતી શકુ.
Best moment in IPL history.
— Johns. (@CricCrazyJohns) May 29, 2023
Jadeja 🔥 Dhoni moment. pic.twitter.com/8HMbOCj8Zf
માહીએ એમ પણ કહ્યું કે હું ભારત Aના દિવસોથી રાયડુ સાથે રમી રહ્યો છુ. તે એક એવો ખેલાડી છે જે સ્પિન અને પેસને સમાન રીતે સારી રીતે રમી શકે છે. આ સૌથી મહત્વની બાબત છે. મને લાગ્યુ કે તે આજે કંઈક ખાસ કરશે. તે પણ મારા જેવો જ છે, ફોનનો વધુ ઉપયોગ નથી કરતો. હું આશા રાખું છું કે તે તેના જીવનનો આગળનો તબક્કો માણશે. ઉલ્લેખનીય છે કે, રાયડુની આ છેલ્લી મેચ હતી અને તેણે 8 બોલમાં તોફાની 19 રન બનાવ્યા હતા.












Click it and Unblock the Notifications
