Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2023 CSK vs KKR: ચેન્નાઇના રનોનો પહાડ ના સર કરી શક્યુ કોલકાતા, ચેન્નાઇની 49 રને જીત

IPL 2023 ની 33મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાઈ રહી હતી. કોલકાતાને જીતવા માટે 236 રનનુ લક્ષ્ય મળ્યુ હતુ. ચેન્નાઇએ આ સિઝનનુ સૌથી મોટુ લક્ષ્ય કોલકાતાને આપ્યુ હતુ. કોલકાતાએ આ ટાર્ગેટનો પીછો કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 186 રન બનાવ્યા હતા.

IPL 2023

ચેન્નાઇ સુપર કિંગ્સની 49 રને જીત થઇ હતી. આ સાથે હવે ચેન્નાઇ પોઇન્ટ ટેબલમાં ટોપ પર જશે. આજે રિંકુ સિંહનો ફરી બલ્લો ચાલ્યો હતો. તેમણે 33 બોલમાં 53 રન બનાવ્યા હતા. આ ઉપરાંત જેસન રોયે 26 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ રમી હતી. કેપ્ટન નીતિશ રાણાએ 20 બોલમાં 27 રન બનાવ્યા હતા.

ચેન્નાઇના ઓપનરોએ ખતરનાક બેટિંગ કરી હતી. રૂતુરાજ ગાયકવાડે 20 બોલમાં 35 રન બનાવ્યા હતા. ડ્વેન કોન્વેએ 40 બોલમાં 56 રન, અજિંક્ય રહાણેએ 29 બોલમાં 71 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઉપરાંત શિવમ દુબેએ 21 બોલમાં 50 રન બનાવ્યા હતા.

ચેન્નાઈ સુપર કિંગ્સે પણ IPL 2023માં 6 માંથી 4 મેચ જીતી છે અને 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા નંબરે છે. તે જ સમયે, કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે અત્યાર સુધી 6માંથી 2 મેચ જીતી છે અને ટીમ 4 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 8માં નંબર પર છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીમાં ચાર વખત IPL ટ્રોફી જીતી છે. તે જ સમયે, ગૌતમ ગંભીરની કમાન હેઠળ, KKR બે વખત IPL ખિતાબ જીતી ચુકી છે, પરંતુ નીતિશ રાણાની કપ્તાનીમાં, KKRની ટીમ અત્યાર સુધી સારું પ્રદર્શન કરી શકી નથી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X