IPL 2023 DC vs MI: મુંબઇએ ખોલ્યુ ખાતુ, રોમાંચક મેચમાં છેલ્લા બોલે જીત
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી દિલ્હીની ટીમ 172 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિલ્હીએ તેની છેલ્લી પાંચ વિકેટ માત્ર 7 રનમાં ગુમાવી દીધી હતી. મુંબઇએ આ મેચ છેલ્લા બોલ સુધી ખેંચી હતી. આ રોમાંચક મેચમાં છેલ્લા બોલે મુંબઇએ જીતી લીધી હતી. મુંબઇની 6 વિકેટે જીત થઇ હતી. આ સાથે મુંબઇએ આઇપીએલ 2023માં પોતાની જીતનુ ખાતુ ખોલ્યુ હતુ.

મુંબઇ તરફથી કેપ્ટન રોહીત શર્માએ સારી ઇનિંગ રમી હતી. રોહિત શર્માએ 45 બોલમાં 65 રન તથા તિલક વર્માએ 29 બોલમાં 41 રન તથા ઇશાન કીશને 26 બોલમાં 31 રનની ઇનિંગ રમી હતી.
મુંબઈ ઈન્ડિયન્સઃ રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન (વિકેટ-કીપર), કેમરોન ગ્રીન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, નેહલ વાઢેરા, રિતિક શોકીન, અરશદ ખાન, પીયૂષ ચાવલા, જેસન બેહરેનડોર્ફ, રિલે મેરેડિથ.
દિલ્હી કેપિટલ્સ: પૃથ્વી શો, ડેવિડ વોર્નર (c), મનીષ પાંડે, યશ ધૂલ, રોવમેન પોવેલ, લલિત યાદવ, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (wk), કુલદીપ યાદવ, Anrich Nortje, મુસ્તફિઝુર રહેમાન.












Click it and Unblock the Notifications
