IPL 2023 Final, GT vs CSK: ગાયકવાડ-કોન્વે આઉટ, 7 ઓવર બાદ કેટલો છે ચેન્નાઇનો સ્કોર?
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 16) સીઝન 16ની ફાઇનલ મેચ વરસાદ બાદ ફરી શરૂ થઇ છે. 15 ઓવરમાં 171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા સીએસકેએ 7 ઓવરમાં 78 રન બનાવી લીધા છે. બંને ઓપનર આઉટ થઇ ગયો છે. ચેન્નાઇએ 15 ઓવરમાં 171 રન બનાવવાના રહેશે.

ઉલ્લેખનિય છેકે મોટો શોટ મારવાની ઇચ્છામાં નુર અહેમદની ઓવરમાં બન્ને ખેલાડીઓ કેચ આઉટ થયા હતા. આ બન્ને ઓપનરો ગુજરાતના બોલરોની ધોલાઇ કરી રહ્યાં હતા. નુર અહેમદ કી બોલર તરીકે આવ્યા હતા અને એક જ ઓવરમાં બન્ને વિકેટ ઝડપી હતી. ઋતુરાજ ગાયક વાડે 16 બોલમાં 26 રન બનાવ્યા હતા જ્યારે ડેવોન કોન્વેએ 25 બોલમાં 47 રન બનાવી આઉટ થઇ ગયો હતો.
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. સાઈ સુદર્શને 96 રન બનાવ્યા હતા. આ સાથે જ રિદ્ધિમાન સાહાએ અડધી સદી ફટકારી હતી. હાર્દિક પંડ્યાએ 12 બોલમાં 21 રનની ઈનિંગ રમી હતી.












Click it and Unblock the Notifications
