IPL 2023 LSG vs MI: આજે કરો યા મરોનો મુકાબલો, મુંબઇએ ટોસ જીતી બેટિંગ કરવાનો લીધો નિર્ણય
IPL 2023 ની એલિમિનેટર મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સનો સામનો મુંબઈ ઈન્ડિયન્સનો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. મુંબઈની ટીમ આ મેચમાં એક ફેરફાર સાથે મેદાનમાં ઉતરી છે. કુમાર કાર્તિકેયની જગ્યાએ હૃતિક શોકીનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બંને ટીમો આ મેચ જીતીને બીજા ક્વોલિફાયરમાં ગુજરાત સામે ટકરાવા ઈચ્છે છે. લખનૌની ટીમ પ્લેઓફમાં માત્ર બીજી મેચ રમશે અને પ્રથમ જીત મેળવવાનો પ્રયાસ કરશે. આ સાથે જ મુંબઈ પ્લેઓફમાં પોતાનો શાનદાર રેકોર્ડ જાળવી રાખવા માંગશે.
પ્લેઓફમાં મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ શાનદાર છે. મુંબઈએ પ્લેઓફમાં 18 મેચ રમી છે અને 12માં જીત મેળવી છે. મુંબઈએ સૌથી વધુ પાંચ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો છે. આ સિઝનમાં પણ આ ટીમ સતત ત્રણ મેચ જીતીને છઠ્ઠી વખત ટ્રોફી જીતવા માંગશે.
મુંબઈની ટીમ અત્યાર સુધી આઈપીએલમાં લખનૌની સાથે ટકી શકી નથી. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં કુલ ત્રણ મેચ રમાઈ ચુકી છે અને તમામ મેચ લખનૌએ જીતી છે. આ મેચમાં પણ લખનૌની ટીમ જીત મેળવીને મુંબઈ સામે અજેય રહેવાનો રેકોર્ડ જાળવી રાખવા માંગશે.












Click it and Unblock the Notifications
