IPL 2023 CSK vs MI: ચેન્નાઇને ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય ફળ્યો, મુંબઇને 139 રન પર રોક્યુ
IPLમાં આજે બે મેચો રમાવાની છે. પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ રહી છે. ચેન્નાઇ સુપર કિંગ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઇએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 139 રન જ બનાવ્યા હતા. ચેન્નાઇએ જીતવા 140 રન બનાવવાના રહેશે.
મુંબઇના બેટ્સમેનો ચેન્નાઇ સામે નિષ્ફળ રહ્યાં હતા. નેહલ વઢેરાએ 51 બોલમાં 64 રન, સુર્યકુમાર યાદવે 22 બોલમાં 26 રન તથા તિસ્તાન સ્ટબ્સએ 20 રન બનાવ્યા હતા. બાકીના મુંબઇના પ્લેયર ડબલ ડીજીટમાં રન બનાવવામાં નિષ્ફળ રહ્યાં હતા.

ચેન્નાઇના બોલરોએ કમાલ કરી હતી. ઇન્જરીમાંથી બહાર નિકળીને આવેલા દીપક ચહરે 2 વિકેટ ઝડપી હતી આ ઉપરાંત તુષાર દેશપાંડેને પણ 2 વિકેટ મળી હતી. શ્રીલંકાના યુવા બોલર મથિશા પથિરાણા 3 વિકેટ ઝડપવામાં સફળ રહ્યો હતો. આ ઉપરાંત રવિન્દ્ર જાડેજાએ પણ 1 વિકેટ લીધી હતી.
બન્ને ટીમો આ મેચમાં જીત સાથે બંને ટીમ પોઈન્ટ ટેબલમાં પોતપોતાની સ્થિતિ સુધારવા ઈચ્છશે. આ મેચ જીતીને ચેન્નાઈ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી જશે. આ સાથે જ મુંબઈ પણ જીતીને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચવા ઈચ્છશે.
મુંબઈની ટીમ શરૂઆતની મેચોમાં હાર બાદ જીતના પાટા પર પરત ફરી છે અને હવે પૂરજોશમાં છે. છેલ્લી બે મેચમાં મુંબઈએ રાજસ્થાન અને પંજાબને હરાવ્યું છે. ટીમ નવ મેચમાં પાંચ જીત અને ચાર હાર સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. મુંબઈના 10 પોઈન્ટ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છેલ્લી ત્રણ મેચ જીતી શકી નથી. આ ટીમને રાજસ્થાન અને પંજાબ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે જ સમયે, લખનૌ સામેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. 10 મેચમાં પાંચ જીત, ચાર હાર અને એક ડ્રો સાથે ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે.












Click it and Unblock the Notifications
