IPL 2023 MI vs GT: આકાશ માધવાલની 3 વિકેટ, મુંબઇની 27 રને જીત, રાશિદ ખાનનો પણ બલ્લો ચાલ્યો

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 57મી મેચમાં સૂર્યકુમાર યાદવની જબરદસ્ત બેટિંગ જોવા મળી. મુંબઇ ઇન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 218 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ગુજરાતે 8 વિકેટ ગુમાવી 191 રન બનાવ્યા હતા.

IPL 2023

આ સાથે મુંબઇની 27 રને જીત થઇ હતી. રાશિદ ખાનની શાનદાર બોલિંગ બાદ તોફાની બેટિંગ પણ કરી હતી. રાશિદ ખાને 32 બોલમાં 79 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રાશિદ ખાને 10 સિક્સ અને 3 ચોગ્ગા ફટકાર્યા હતા.

ગુજરાતના બેટ્સમેનો ચાલ્યા ન હતા. ગુજરાતે 50 રનમાં જ 5 વિકેટ ગુમાવી હતી. જે બાદ વિજય શંકર(29) તથા ડેવિડ મિલર (41) એ બાજી સંભાળી હતી. આ બાદ રશિદ ખાન બેટિંગ કરવા આવ્યો હતો.

મુંબઇના બોલરે આકાશ માધવાલે 3 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત કુમાર કાર્તિકેય અને પિયુષ ચાવલા એ 2-2 વિકેટ લીધી હતી. જેસન બેહરોનડોર્ફને પણ 1 વિકેટ મળી હતી. આ જીત સાથે મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા ક્રમે પહોંચી ગયુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X