IPL 2023 MI vs GT: સુર્યકુમાર યાદવની સદી, ગુજરાતને મળ્યુ 219 રનનુ લક્ષ્ય

IPLમાં આજે મુંબઈ ઈન્ડિયન્સનો સામનો ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઇ રહી છે. હાર્દિ પંડ્યાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા મુંબઇએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 218 રન બનાવ્યા હતા. જેમાં સુર્યકુમાર યાદવનુ સતક શામેલ છે.

મુંબઇની ઇનિંગની શરૂઆત તોફાની રીતે થઇ હતી. ઇશાન કિશન અને કેપ્ટન રોહિત શર્માએ પાવર પ્લેનો સારો ફાયદો ઉઠાવ્યો હતો. કિશને 20 બોલમાં 31 રન તથા રોહિત શર્માએ 18 બોલમાં 29 રન બનાવ્યા હતા.

IPL 2023

મિસ્ટર 360 ડિગ્રીએ આજે તોફાની બેટિંગ કરી હતી. સુર્યકુમારે 49 બોલમાં 103 રન બનાવી અણનમ રહ્યો હતો. આ ઉપરાંત નેહલ વઢેરાએ 30, ટીમ ડેવિડે 5 તથા કેમરોન ગ્રીન 3 રન બનાવી અણનમ રહ્યો હતો.

ગુજરાત ટાઇટન્સનો અનુભવી બોલર મોહમ્મદ શમી મોંઘો સાબિત થયો હતો. આ ઉપરાંત રાશિદ ખાને 4 વિકેટ ખેરવી હતી. મોહિત શર્માને પણ 1 વિકેટ મળી હતી.

બંને ટીમો હાલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ ચારમાં છે. બંને આ મેચ જીતીને પ્લેઓફમાં પોતાનો દાવો મજબૂત કરવાનો પ્રયાસ કરશે. જો કે, ગુજરાત પ્લેઓફમાં રમશે તે લગભગ નિશ્ચિત છે, પરંતુ મુંબઈ માટે જો તે આ મેચ હારી જશે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ગુજરાત ટાઇટન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

મુંબઈ ઈન્ડિયન્સ માટે આ સીઝન ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. 11 મેચમાં છ જીત અને પાંચમાં હાર સાથે મુંબઈના 12 પોઈન્ટ છે અને ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. પ્રથમ બે મેચ હાર્યા બાદ, મુંબઈએ પછીની ત્રણ મેચ જીતી હતી, પરંતુ ત્યારબાદ વધુ બે મેચ હારી હતી.

આ પછી મુંબઈએ ચારમાંથી ત્રણ મેચ જીતીને કમબેક કર્યું છે. હવે મુંબઈ આ મેચ જીતીને 14 પોઈન્ટ મેળવવાનો પ્રયાસ કરશે. આ સ્થિતિમાં મુંબઈ ત્રીજા સ્થાને આવશે અને પ્લેઓફ માટે પોતાનો દાવો વધુ મજબૂત કરશે.

ગુજરાત ટાઇટન્સે તેની 11માંથી 8 મેચ જીતી છે અને તે 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. આ ટીમ પ્લેઓફ રમવાનું લગભગ નિશ્ચિત છે, પરંતુ તેના પર સત્તાવાર રીતે મહોર મારવાની બાકી છે. આ મેચ જીતવા પર ગુજરાત પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની જશે. ગત સિઝનની જેમ આ વર્ષે પણ ગુજરાતે શાનદાર રમત બતાવી છે.

પ્રથમ પાંચ મેચમાંથી ત્રણમાં જીત મેળવનારી ગુજરાતની ટીમે આગામી છ મેચમાંથી પાંચમાં જીત મેળવી છે. આ ટીમ છેલ્લી બે મેચો પણ જીતી હતી અને જીતની હેટ્રિક સાથે પ્લેઓફમાં જગ્યા સીલ કરવા માંગે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X