IPL 2023 PBKS vs RCB: કોહલી-ફાફની જોડીનો કમાલ, પંજાબને મળ્યુ 175 રનનુ લક્ષ્ય
RCB અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પંજાબના મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા રોયલ ચેલેંજર્સ બેંગલોરે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 174 રન બનાવ્યા હતા. પંજાબે જીતવા માટે 175 રન બનાવવાના રહેશે.

વિરાટ કોહલી અને ફાફ ડુપ્લેસિસે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ધમાકેદાર શરૂઆત અપાવી છે. બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 100થી વધુ રનની ભાગીદારી કરી છે. RCB પંજાબ કિંગ્સ સામે પડકારજનક લક્ષ્ય નક્કી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફાફ ડુપ્લેસિસે IPLની 16મી સિઝન દરમિયાન પોતાના ત્રણસો રન પૂરા કર્યા છે. પંજાબ કિંગ્સ સામે, ફાફે આઈપીએલ કારકિર્દીની 29મી અડધી સદી ફટકારવાનું કામ કર્યું. આ દરમિયાન તેણે મેદાન પર ચોગ્ગા અને છગ્ગા મારવાનું કામ કર્યું હતુ.
વિરાટ કોહલીએ IPL 2023માં પોતાની ચોથી અડધી સદી પૂરી કરી. તેણે 40 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સાથે કોહલીએ IPL ઈતિહાસમાં પોતાના 600 ચોગ્ગા પણ પૂરા કરી લીધા છે. કોહલી ઉપરાંત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ પણ શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
