IPL 2023 PBKS vs RCB: સેમ કરને ટોસ જીતી બોલિંગ કરવાનો લીધો નિર્ણય, બેંગલોર કરશે પ્રથમ બેટીંગ
RCB અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પંજાબના મોહાલીના આઈએસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાવા જઇ રહી છે. પંજાબ કિંગ્સના કેપ્ટન સેમ કરને ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હવે વિરાટ કોહલીની આગેવાનીમાં રોયલ ચેલેંજર્સ બેંગલોર પ્રથમ બેટીંગ કરવા માટે ઉતરશે.

બંન્ને ટીમો બેટિંગ અને બોલિંગમાં શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કર્યા બાદ જ જીતવા માટે ભાગ્યશાળી સાબિત થશે. આરસીબીની ટીમ બેટિંગમાં થોડી ભારે છે. પંજાબ કિંગ્સ આ મામલે થોડી નબળી દેખાઈ રહી છે. બંને ટીમોમાં 3 એવા બેટ્સમેન હાજર છે, જે આ મેચમાં મહત્તમ રન બનાવી શકે છે.
IPLની આ સિઝનમાં ડુ પ્લેસિસ ટોપ સ્કોરર છે. અત્યાર સુધી રમાયેલી 5 મેચમાં તેના બેટથી 259 રન આવ્યા છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 79 રન છે. ફાફ ડુ પ્લેસિસે ત્રણ અર્ધી સદી ફટકારી છે. તે આ મેચમાં સૌથી વધુ રન બનાવી શકે છે.
પંજાબ કિંગ્સના કેપ્ટન શિખર ધવને પણ તોફાની બેટિંગનું પ્રદર્શન કર્યું છે. ટોચના બેટ્સમેનોમાં ધવનનું નામ પણ સામેલ છે. તેણે અત્યાર સુધી રમાયેલી 4 મેચમાં 233 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે ધવનનો સર્વોચ્ચ સ્કોર અણનમ 99 રન છે. જો તે આ મેચમાં રમે છે તો તે ટોપ સ્કોર કરી શકે છે.












Click it and Unblock the Notifications
