IPL 2023: ક્લાસેનની સદી પર ભારે પડ્યા કોહલી-ફાફ, બેંગલોરની 8 વિકેટે જીત, પ્લે ઓફની આશા જીવંત
આઇપીએલ 2023ની 65મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઇ રહી છે. બેંગલોરે ટોસ જીતી બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 186 રન બનાવ્યા હતા. બેંગલોરે આ લક્ષ્ય 19.2 ઓવરમાં 187 રન બનાવી જીત મેળવી લીધી હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગલોરની વાત કરીયે તો ઓપનર બેટ્સમેન વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે તોફાની બેટિંગ કરી હતી. વિરાટ કોહલીએ 63 બોલમાં 4 સિક્સ અને 12 ચોગ્ગા સાથે 100 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ફાફ ડુ પ્લેસિસે 47 બોલમાં 2 સિક્સ અને 7 ટોગ્ગાની મદદથી 71 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલે 5 અને બ્રેસવેલે 4 રન બનાવ્યા હતા.
હૈદરાબાદની બોલિંગની વાત કરીયે તો ભુવનેશ્વર કુમારને 1 તથા ટી નટરાજનને 1 વિકેટ મળી હતી. ભુવનેશ્વર કુમાર 4 ઓવરમાં 48 રન આપી સૌથી મોંઘો બોલર સાબિત થયો હતો.
આ જીત સાથે બેંગલોરની પ્લેઓફ માટેની આશા હજુ જીવંત રહી છે. હવે આરસીબીની ટક્કર ગુજરાત સાથે થશે.
હૈદરાબાદના ઓપનર બેટ્સમેન અભિષેક શર્માએ 14 બોલમાં 11 રન બનાવ્યા હતા. આ ઉપરાંત રાહુલ ત્રિપાઠીએ 12 બોલમાં 15 રન બનાવ્યા હતા. કેપ્ટન એડન માર્કરમે 20 બોલમાં 18 રન બનાવ્યા હતા.
આ સાથે આજના હૈદરાબાદ ના હીરો હેનરી ક્લાસેને 51 બોલમાં 104 રન બનાવ્યા હતા. ક્લાસેને 6 સિક્સ અને 8 ચોગ્ગા માર્યા હતા. આ ઉપરાંત હેરી બ્રુકે 27 રન તથા ગ્લેન ફિલિપે 5 રન બનાવ્યા હતા.
બેંગલોરના સ્ટ્રાઇકર બોલર મોહમ્મદ સિરાજે 4.25ની ઇકોનોમી સાથે બોલિંગ કરી 4 ઓવરમાં 17 રન આપી 1 વિકેટ ઝડપી હતી. મિશેલ બ્રેસવેલે 2 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત શાહબાઝ અહેમદ અને હર્ષલ પટેલને 1-1 વિકેટ મળી હતી.












Click it and Unblock the Notifications
