IPL 2023 : શુભમન ગીલે કર્યો ઓરેન્જ કેપ પર કબજો, ઘણા તોડ્યા રેકોર્ડ
IPL 2023: ચેન્નાઇ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આઇપીએલની 16 સિઝનની ફાઇનલ રમાઇ હતી. ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 16) સિઝન 16ની ફાઇનલ મેચ વરસાદને કારણે 15 ઓવરમાં 171 રનના લક્ષ્યાંકનો પીછો કરતા CSKએ 15 ઓવરમાં 171 રન બનાવીને જીત મેળવી હતી.
આ સાથે ચેન્નાઇએ આ ટાઇટલ પોતાના નામે કરી લીધુ છે. આ જીત સાથે ચેન્નાઇએ 5 વાર આઇપીએલનુ ટાઇટલ જીતનારી બીજી ટીમ બની ગઇ છે. ઉલ્લેખનીય છે કે, ચેન્નાઇએ ગુજરાતને 5 વિકેટથી હરાવ્યું હતું.

ફાઇનલમાં ગુજરાતના સ્ટાર બેટ્સમેન શુભમન ગિલે સારી શરૂઆત કરી હતી, પરંતુ તે મોટી ઇનિંગ રમી શક્યો ન હતો. ગિલ 20 બોલમાં 39 રન બનાવીને આઉટ થયો હતો. આઈપીએલની આ સિઝન તેના માટે શાનદાર રહી છે. આ સિઝનમાં ગીલે ઓરેન્જ કેપ પણ કબજે કરી છે.
શુભમન ગિલે IPL 16 માં 17 મેચમાં 890 રન બનાવ્યા છે. તેણે 17 ઇનિંગ્સમાં 59.33ની એવરેજ અને 157.80ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. શુભમનના નામે ત્રણ સદી અને ચાર અડધી સદી છે. તેની પાસે એક સિઝનમાં 900 રન પૂરા કરવાની તક હતી, પરંતુ તે 10 રનથી ચૂકી ગયો.
શુભમન ગિલને માત્ર એક સિઝનમાં 900 રન પૂરા કરવાની તક જ નહીં, પરંતુ તેની પાસે વિરાટ કોહલીનો રેકોર્ડ તોડવાની પણ તક હતી. શુભમન એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવી શક્યો હોત. આ મામલામાં તે કોહલીને પાછળ છોડી શક્યો હોત.
કોહલીએ 2016માં RCB માટે 16 મેચમાં 973 રન બનાવ્યા હતા. શુભમનને તેનાથી આગળ નીકળવા માટે 123 રનની જરૂર હતી, પરંતુ તે 39 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના સંદર્ભમાં, ગિલ ચોક્કસપણે જોસ બટલરને પાછળ છોડી દીધો છે.
જો શુભમન ગિલે ફાઇનલમાં સદી ફટકારી હોત, તો તે કોહલીના મોટા રેકોર્ડની બરાબરી કરી લેત. ગીલે ફાઈનલ પહેલા ચાર મેચમાં ત્રણ સદી ફટકારી હતી, પરંતુ ટાઈટલ મેચમાં તે આવું કરી શક્યો ન હતો.
તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને મુંબઈ ઈન્ડિયન્સ સામે સદી ફટકારી હતી. ચેન્નાઈ સામે ક્વોલિફાયર-1 બાદ ફાઇનલમાં તે કંઈ ખાસ કરી શક્યો ન હતો. એક સિઝનમાં સૌથી વધુ સદીનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. કોહલીએ 2016માં સૌથી વધુ ચાર સદી ફટકારી હતી.












Click it and Unblock the Notifications
