IPL 2023 SRH vs RCB: બેંગ્લોરે ટોસ જીતી હૈદરાબાદને બેટિંગ કરવા આપ્યુ આમંત્રણ
IPLમાં આજે સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ટકરાશે. આરસીબીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. હૈદરાબાદ પ્રથમ બેટિંગ કરી મોટુ ટાર્ગેટ સેટ કરવાની કોશિશ કરશે. બેંગલોર આ મેચ જીતી પ્લેઓફની રેસમાં બની રહેવા પ્રયાસ કરશે.

હૈદરાબાદની ટીમ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. તે જ સમયે, RCB માટે પ્લેઓફની રેસમાં રહેવા માટે આ મેચ જીતવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં હૈદરાબાદની ટીમ આરસીબીની રમત બગાડી શકે છે. છેલ્લી મેચમાં દિલ્હીએ પણ પંજાબને હરાવીને કંઈક આવું જ કર્યું હતું.
સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ તેની 12 મેચમાંથી માત્ર ચાર મેચ જીતી શકી છે. આઠ પોઈન્ટ સાથે આ ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને છે. છેલ્લી બે મેચ જીત્યા બાદ પણ આ ટીમના 12 પોઈન્ટ થઈ જશે. આવી સ્થિતિમાં આ ટીમ સંપૂર્ણપણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.
હવે હૈદરાબાદની ટીમ આગામી સિઝનને ધ્યાનમાં રાખીને પોતાના યુવા ખેલાડીઓને તક આપવા માંગશે. હૈદરાબાદ સામે આ મેચ કોઈપણ ટેન્શન વગર રમશે અને બેંગ્લોરની રમત બગાડી શકે છે. છેલ્લી મેચમાં દિલ્હીએ પંજાબની રમત બગાડી હતી.












Click it and Unblock the Notifications
