IPL 2023: આજે પહેલી મેચમાં સનરાઇજર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટક્કર
સંજૂ સેમસનની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સે પાછલી સીઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રાજસ્થાન ટીમના સ્પિનર યુઝવેન્દ્ર ચહલે સૌથી વધુ વિકેટ ચટકાવી પર્પલ કેપ અને બેટ્સમેન જોસ બટલરે સૌથી વધુ રન બનાવી ઓરેન્જ કેપ પોતાના નામે કરી હતી.
રાજસ્થાન પાસે મજબૂત ફિરકીબાજ
સંતુલિત અને મજબૂત ટીમ હોવાની સાથે જ રાજસ્થાન રોયલ્સ પાસે ચહલ, રવિચંદ્રન અશ્વિન અને ઓસ્ટ્રેલિયાના એડમ ઝામ્પાના રૂપમાં સૌથી સારી સ્પિન તિકડી છે. રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં આઇપીએલના કુલ 16 મુકાબલા થયા છે. જેમાં બંને ટીમ 8-8 વખત વિજયી કૂચ કરી ચૂકી છે.

સનરાઇજર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ લેગ સ્પિનર ચહલથી ખાસ બચવું પડશે, જેણે 2022 સત્રમાં 27 વિકેટ ચટકાવી હતી. બીજી તરફ આર અશ્વિને હાલમાં જ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કરી ચાર ટેસ્ટમાં 25 વિકેટ ચટકાવી, જો કે આ ફોર્મેટ તેનાથી તદ્દન અલગ છે.
બટલરની આગેવાનીમાં રાજસ્થાન રોયલ્સની બેટિંગ ખૂબ મજબૂત છે. પાછલા સત્રમાં બટલરે ધમાકેદાર બેટિંગ કરી 863 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના જો રૂટ પણ ટીમનો ભાગ છે. તેમના ઉપરાંત સૈમસન, શિમરોન હેટમાયર અને જેસન હોલ્ડર પણ તેજીથી રન બનાવવામાં માસ્ટર છે.
બે સીઝનથી હૈદરાબાદનું ખરાબ પ્રદર્શન
બીજી તરફ પાછલી બે સીઝનમાં ખરાબ પ્રદર્શનથી સનરાઇજર્સ હૈદરાબાદ હજી ઉભરી નથી શકી. ડેવિડ વોર્નરની કપ્તાનીમાં તેઓ 2021માં આઠમા અને અંતિમ સ્થાન પર હતા, જ્યારે 2022માં કેન વિલિયમસનની કપ્તાનીમાં રમતાં તેઓ ટી 20મમાં આઠમા સ્થાન પર રહ્યા.
આ વખતે દક્ષિણ આફ્રિકાના એડન માર્કરમને કપ્તાની સોંપવામાં આવી છે, જો કે પહેલા મેચની કમાન ભારતીય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર સંભાળશે. માર્કરમ નેધરલેન્ડ સામે બે મેચની વનડે સીરીઝ રમ્યા બાદ ત્રણ એપ્રિલે ભારત પહોંચશે.
સનરાઇજર્સ હૈદરાબાદની તાકાત છે ફાસ્ટ બોલર્સ
સનરાઇજર્સ હૈદરાબાદની તાકાત તેમનો તેજ બોલિંગ વિભાગ છે જેમાં ભુવનેશ્વર કુમારની સાથે ઉમરાન મલિક અને દક્ષિણ આફ્રિકાના માર્કો જેનસન છે. પહેલી મેચ માટે માર્કો જેનસન ઉપલબ્ધ નથી. ભુવનેશ્વર 2023થી સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે છે અને ઘરેલૂ મેદાનનો ફાયદો ઉઠાવતાં તેમને ખૂબ આવડે છે.
આ પ્રકારે છે બંને ટીમ
SRH Squad: ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), અબ્દુલ સમાદ, અભિષેક શર્મા, મયંક અગ્રવાલ, અનમોલપ્રીત સિંહ, હૈરી બ્રૂક, મયંક ડાગર, ફજલહક ફારુકી, અકીલ હુસૈન, કાર્તિક ત્યાગી, હેનરિક ક્લાસેન, મયંક માર્કંડેય, ટી નટરાજન, નીતીશ કુમાર રેડ્ડી, ગ્લેન ફિલિપ્સ, આદિલ રાશિદ, સનવીર સિંહ, રાહુલ ત્રિપાઠી, ઉમરાન મલિક, વિવરાંત શર્મા, સમર્થ વ્યાસ, વૉશિંગ્ટન સુંદર, ઉપેન્દ્ર યાદવ.
RR Squad: સંજૂ સેમસન (કેપ્ટન), અબ્દુલ બાસિત, મુરુગન અશ્વિન, રવિચંદ્રન અશ્વિન, કે એમ આસિફ, ટ્રેંટ બોલ્ટ, જોસ બટલર, કેસી કરિયપ્પા, યુઝવેન્દ્ર ચહલ, ડી ફરેરા, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, યશસ્વી જાયસવાલ, ધ્રુવ જુરેલ, ઓબેદ મૈકૉય, દેવદત્ત પડિક્કલ, રિયાન પરાગ, કૃણાલ સિંહ રાઠોડ, જો રૂટ, નવદીપ સૈની, સંદીપ શર્મા, કુલદીપ સેન, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, એડમ જામ્પા.












Click it and Unblock the Notifications
