IPL 2023: સુર્યકુમાર યાદવને દંડ, આચાર સંહિતાનુ કર્યું હતુ ઉલ્લંઘન
IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને KKR વચ્ચેની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને જીતવાની તક મળી. જો કે, આચારસંહિતાનું ઉલ્લંઘન પણ થયું હતું. આઈપીએલ દ્વારા કેટલાક મામલાઓને ધ્યાનમાં લઈને કાર્યવાહી કરવામાં આવી છે. ખેલાડીઓ પર દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
KKRની ઇનિંગ્સ દરમિયાન મુંબઈ ઈન્ડિયન્સ નિર્ધારિત સમયમાં ઓવર પૂરી કરવામાં નિષ્ફળ રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન સૂર્યકુમાર યાદવે તેની કિંમત ચૂકવવી પડી છે. સૂર્યકુમાર યાદવ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. તેની જાહેરાત પણ કરવામાં આવી છે.

IPLની મીડિયા એડવાઈઝરી જણાવે છે કે આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ વખત સ્લો ઓવરો સંબંધિત આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પર 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
KKRના કેપ્ટન નીતિશ રાણાને પણ દંડ ફટકારવામાં આવ્યો છે. હૃતિક શોકિન આઉટ થયા બાદ બોલર અને રાણા વચ્ચે બોલાચાલી થઈ હતી. મેદાન પર વાતાવરણ ખૂબ ગરમ થઈ ગયું હતું. નીતિશ રાણાને મેચ ફીના 25 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.
રિતિક શોકિનને IPLની કલમ 2.5ના લેવલ 1 માટે દોષિત ઠેરવવામાં આવ્યો હતો અને દંડ ફટકારવામાં આવ્યો હતો. શોકીન પર તેની મેચ ફીના 10 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આ ખેલાડીએ પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. આમ રાણા અને શોકીન બંનેને દંડ ફટકારવામાં આવ્યો છે.
Surya Namaskar to start your morning! 😉#OneFamily #MumbaiMeriJaan #MumbaiIndians #TATAIPL #IPL2023 @surya_14kumar pic.twitter.com/7iuIohSiRR
— Mumbai Indians (@mipaltan) April 17, 2023
છેલ્લા કેટલાક દિવસોથી જોવા મળી રહ્યું છે કે IPLમાં સ્લો ઓવર રેટના વધુ કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણા કેપ્ટનોને દંડ ફટકારવામાં આવ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સ તરફથી આવું પહેલીવાર બન્યું છે. જોકે, KKR સામેની મેચમાં મુંબઈનો વિજય થયો હતો.
મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા KKRએ 6 વિકેટે 185 રનનો શાનદાર સ્કોર બનાવ્યો હતો. વેંકટેશ અય્યરના બેટમાંથી સદી ફટકારવામાં આવી હતી. KKR માટે 15 વર્ષ બાદ બીજી IPL સદી આવી. મુંબઈ ઈન્ડિયન્સે 5 વિકેટ ગુમાવીને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો.












Click it and Unblock the Notifications
