IPL 2023 Today's Match: આઈપીએલમાં આજે કોની-કોની વચ્ચે મેચ છે - MI vs SRH
IPL 2023 Today's Match: આઈપીએલની 16મી સિઝનની 25મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે. બંને ટીમો અત્યાર સુધી ચાર મેચ રમી છે જેમાં બેમાં હાર અને બેમાં જીત થઈ છે. મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે પાંચમી મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે.
તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ફોર્મમાં પરત ફર્યા બાદ મુંબઈ ઈન્ડિયન્સ જીતની હેટ્રિક ફટકારવાની આશા સાથે આજે મેદાનમાં ઉતરશે. સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે તેની છેલ્લી મેચમાં કેકેઆરને 23 રને હરાવ્યુ હતુ.

હૈદરાબાદની બેટિંગમાં અત્યારે કોઈ બ્રેક નથી. એક તરફ જ્યાં હેરી બ્રુકે કેકેઆર સામેની છેલ્લી મેચમાં ટીમ માટે શાનદાર સદી ફટકારી હતી, તો બીજી તરફ કેપ્ટન એડન માર્કરામે પણ શાનદાર અડધી સદી પૂરી કરી હતી. આશા છે કે આજની મેચમાં હૈદરાબાદની ટીમ પોતાની બોલિંગમાં ચોક્કસ ફેરફાર કરી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નાઈ સુપર કિંગ્સ સામે બેક ટુ બેક હાર સાથે તેની સીઝનની શરૂઆત કરી હતી પરંતુ બેક ટુ બેક મેચોમાં દિલ્લી કેપિટલ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને બાઉન્સ બેક કર્યુ છે. જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ રાજસ્થાન રૉયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સામેની બે મેચ હારી પરંતુ પંજાબ કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચો જીતીને શાનદાર પુનરાગમન કર્યુ.
પોઈન્ટ ટેબલમાં વર્તમાન સ્ટેન્ડિંગ મુજબ મુંબઈ ઈન્ડિયન્સ આઠમા સ્થાને છે જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ નવમા સ્થાને છે. આવી સ્થિતિમાં બંને ટીમો આગામી મેચ જીતીને પોતપોતાની સ્થિતિ સુધારવા માંગશે.
આજે મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો વચ્ચેની મેચ સાંજે 7.30 કલાકે શરૂ થશે.
મુંબઈ ઈન્ડિયન્સની સંપૂર્ણ ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, કેમેરુન ગ્રીન, ટિમ ડેવિડ, રમનદીપ સિંહ, તિલક વર્મા, પીયૂષ ચાવલા, ઈશાન કિશન, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડેવાલ્ડ બ્રેવિસ, જોફ્રા આર્ચર, જસપ્રીત બુમરાહ, અર્જુન તેંડુલકર, અરશદ ખાન, કુમાર કાર્તિકેય, ઋતિક શોકીન, જેસન બેહરનડૉર્ફ, ડ્યૂન જૉનસન, વિષ્ણુ વિનોદ, શમ્સ મુલાની, રાઘવ ગોયલ, ઝેય રિચર્ડસન, આકાશ મધવાલ, નેહલ વાઢેરા.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંપૂર્ણ ટીમ
એડન માર્કરામ (કેપ્ટન), વિવરાંત શર્મા, સમર્થ વ્યાસ, સંવીર સિંહ, ઉપેન્દ્ર સિંહ યાદવ, મયંક ડાગર, નીતિશ કુમાર રેડ્ડી, અકીલ હુસેન, અનમોલપ્રીત સિંહ, અબ્દુલ સમદ, ઉમરાન મલિક, વોશિંગ્ટન સુંદર, રાહુલ ત્રિપાઠી, અભિષેક શર્મા, કાર્તિક ત્યાગી, ટી નટરાજન, ભુવનેશ્વર કુમાર, માર્કો જૉનસન, ગ્લેન ફિલિપ્સ, ફઝલહક ફારૂકી, હેરી બ્રુક, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, આદિલ રાશીદ, મયંક માર્કંડે.












Click it and Unblock the Notifications
