IPL 2023: આઇપીએલમાં ક્યાંરે કઇ ટીમ પર સ્લો ઓવર માટે થયો દંડ? જાણો
IPL 2023 હવે તેના અંતિમ તબક્કામાં છે. લીગ મેચો પૂર્ણ થયા બાદ પ્લેઓફ મેચોનો રાઉન્ડ શરૂ થયો છે. આ સફરમાં પહેલી મેચથી લઈને 70મી મેચ સુધી ઘણા રેકોર્ડ જોવા મળ્યા અને આ દરમિયાન ટીમો પર ભારે દંડ પણ લગાવવામાં આવ્યો.
ચાલો તમને જણાવીએ કે, IPL 2023માં ક્યારે કઈ ટીમ પર દંડ ફટકારવામાં આવ્યો હતો. IPLની શરતો અનુસાર તમામ ટીમોએ નિર્ધારિત સમયમાં 20 ઓવરની બોલિંગ કરવાની હોય છે. IPLમાં, એક ઇનિંગમાં 20 ઓવર નાખવાનો સમય 90 મિનિટ (85 મિનિટ રમવાનો સમય અને 5 મિનિટનો સમય આઉટ) નક્કી કરવામાં આવ્યો છે.

જો કોઈ ટીમ 85 મિનિટ પછી 20મી ઓવર શરૂ કરે છે, તો તેને IPL નિયમોના ઉલ્લંઘન માટે દોષિત જાહેર કરવામાં આવે છે. જો પ્રથમ વખત દોષિત ઠરે તો 12 લાખનો દંડ ફટકારવામાં આવે છે, જ્યારે એ જ ભૂલનું પુનરાવર્તન કરવા પર દંડ વધારીને 24 લાખ કરવામાં આવે છે.
સ્લો ઓવર રેટ માટે ત્રણ વખત દંડ ફટકારવા બદલ એક મેચ પર પ્રતિબંધ મૂકવાની જોગવાઈ પણ છે. નિયમનું ઉલ્લંઘન કરવાથી એક ફિલ્ડરને 30 યાર્ડ સર્કલમાંથી બહાર કરવામાં આવે છે. સામાન્ય રીતે સર્કલની બહાર પાંચ ફિલ્ડર હોય છે, જે સ્લો ઓવર રેટ માટે દોષિત ઠરે તો તેને ઘટાડીને ચાર કરવામાં આવે છે.
ipl 2023 સ્લો ઓવર રેટ પેનલ્ટી
- RCB vs LSG: મેચ નંબર 15: RCB કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને રૂ. 12 લાખનો દંડ.
- CSK vs RR: મેચ નંબર 17: RRના સુકાની સંજુ સેમસનને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- PBKS vs GT: મેચ નંબર-18: GTના કેપ્ટન હાર્દિક પંડ્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- MI vs KKR: મેચ નંબર-22: MI કેપ્ટન સૂર્યકુમાર યાદવને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- RR vs LSG: મેચ નંબર-26: LSGના કેપ્ટન કેએલ રાહુલને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- RCB vs RR - મેચ નં.32: RCB કેપ્ટનને ₹24 લાખનો દંડ (બીજો ગુનો), દરેક RCB ખેલાડી (ઈમ્પેક્ટ પ્લેયર સહિત)ને ₹6 લાખ (અથવા 25 ટકા મેચ ફી, બેમાંથી જે ઓછું હોય તે) દંડ કરવામાં આવ્યો.
- SRH vs DC: મેચ નંબર-34: DC કેપ્ટન ડેવિડ વોર્નરને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
- KKR vs PBKS: મેચ નંબર-53: KKR કેપ્ટન નીતિશ રાણાને રૂ. 12 લાખનો દંડ.
- CSK vs KKR: મેચ નં. 61: KKRના કેપ્ટન નીતિશ રાણાને રૂ. 24 લાખ (બીજો ગુનો), દરેક KKR ખેલાડી (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) રૂ. 6 લાખ (અથવા 25 ટકા મેચ ફી, બેમાંથી જે ઓછું હોય તે) દંડ ફટકારવામાં આવ્યો હતો.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
