IPL 2024 : પૈસા વસૂલ મુકાબલામાં છક્કા-ચોક્કાનો વરસાદ, 11 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેના મુકાબલામાં રનનો વરસાદ જોવા મળ્યો છે. હૈદરાબાદે 11 વર્ષ જૂનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છેે.
IPL ઈતિહાસમાં એક ઈનિંગમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સનરાઈઝર્સ હૈદરાબાદના નામે નોંધાયો છે. સનરાઈઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ મુંબઈ ઈન્ડિયન્સ સામે રેકોર્ડ 277 રન બનાવ્યા.

ટ્રેવિસ હેડને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની પ્લેઈંગ ઈલેવનમાં રમવાની તક મળતા જ તબાહી મચાવી. હૈદરાબાદ માટે ડેબ્યુ કરતા ટ્રેવિસ હેડે 18 બોલમાં અડધી સદી ફટકારી.
આ પછી અભિષેક શર્માએ પણ માત્ર 16 બોલમાં અડધી સદી ફટકારી અને હૈદરાબાદને વિશાળ સ્કોર તરફ લઈ ગયો. હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 277 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 વર્ષ પહેલા 2013માં ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં પુણે વોરિયર્સ સામે સૌથી મોટો સ્કોર બનાવ્યો હતો. 2013માં બેંગલુરુએ પુણે વોરિયર્સ સામે 263 રન બનાવ્યા હતા.
આ ઇનિંગ દરમિયાન RCBએ કુલ 21 સિક્સર ફટકારી હતી. જ્યારે મુંબઈ સામે સનરાઇઝર્સના બેટ્સમેનોએ તેમની ઇનિંગમાં કુલ 18 સિક્સર ફટકારી. એટલે કે RCB ટીમ છક્કા મામલે હજુ પણ આગળ છે.
IPLમાં સૌથી મોટા સ્કોર
277/3 - સનરાઈઝર્સ હૈદરાબાદ વિ મુંબઈ ઈન્ડિયન્સ, હૈદરાબાદ, 2024
263/5 - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પુણે વોરિયર્સ, બેંગલુરુ, 2013
257/5 - લખનૌ સુપરજાયન્ટ્સ વિ પંજાબ કિંગ્સ, મોહાલી, 2023
248/3 - રોયલ ચેલેન્જર્સ વિ. ગુજરાત લાયન્સ, બેંગલુરુ, 2016
246/5 - ચેન્નાઈ સુપર કિંગ્સ વિ રાજસ્થાન રોયલ્સ, ચેન્નાઈ, 2010












Click it and Unblock the Notifications
