IPL 2024 : આવુ થયુ તો એલિમિનેટર મેચ રમ્યા વગર જ બહાર થઈ જશે RCB, જાણો કેવી રીતે?
નબળી શરૂઆત બાદ રોયલ ચેલેન્જર્સ બેગ્લોરે શાનદાર વાપસી કરતા આઈપીએલ 2024 ના પ્લેઓફમાં એન્ટ્રી કરી છે. હવે ફેન પહેલી ટ્રોફીની રાહ જોઈ રહ્યા છે.
તમામ લોકોને ખોટા સાબિત કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પ્લેઓફમાં પ્રવેશ કર્યો છે. એક સમયે આરસીબીની આશા માત્ર 1 પર્સેન્ટાઈલ બાકી હતી.

અહીંથી ટીમે સતત છ મેચ જીતીને અશક્યને શક્ય બનાવ્યું અને ટોપ-4માં જગ્યા બનાવી. હવે RCB 22 મે બુધવારે એલિમિનેટર મેચ રમશે. આ મેચમાં બેંગલુરુનો સામનો રાજસ્થાન રોયલ્સ સામે થશે.
જો કે તમને જાણીને ઝટકો લાગશે કે RCB એલિમિનેટર મેચ રમ્યા વિના પણ ફાઈનલની રેસમાંથી બહાર થઈ શકે છે. જો આવું થશે તો ફરી એકવાર કરોડો લોકોના દિલ તૂટી જશે.
IPL ગવર્નિંગ કાઉન્સિલે પ્લેઓફ મેચો માટે રિઝર્વ ડે રાખ્યો નથી. આ સ્થિતિમાં જો વરસાદ એલિમિનેટર મેચમાં વિક્ષેપ પાડે છે તો અમારે ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચની રાહ જોવી પડશે.
જો 5 ઓવરની મેચની સ્થિતિનું નિર્માણ નહીં થાય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો સુપર ઓવરની સ્થિતિ નહીં સર્જાય તો RCB બહાર થઈ જશે અને રાજસ્થાન ક્વોલિફાયર મેચ રમશે.
જો વરસાદ ક્વોલિફાયર-1, ક્વોલિફાયર-2 અને એલિમિનેટર મેચોમાં વિક્ષેપ પાડે છે તો ઓછામાં ઓછી પાંચ ઓવરની મેચ હશે. જો પાંચ ઓવરની મેચ શક્ય ન હોય તો મેચનું પરિણામ સુપર ઓવર દ્વારા નક્કી કરવામાં આવશે. જો એવી સ્થિતિ ઉભી થાય કે સુપર ઓવર પણ ન થઈ શકે તો પોઈન્ટ ટેબલમાં સ્થાન/રેન્કિંગના આધારે નિર્ણય લેવામાં આવશે.
જો RCB અને રાજસ્થાન વચ્ચે રમાયેલી એલિમિનેટર મેચ વરસાદને કારણે રદ થાય છે તો પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને હોવાને કારણે સંજુ સેમસનની ટીમ આગળ જશે અને RCB બહાર થઈ જશે. મતલબ કે જો મેચ રદ થશે તો રાજસ્થાન બીજી ક્વોલિફાયર મેચ રમશે.












Click it and Unblock the Notifications
