IPL 2024 : કોહલીએ એબી ડીવિલિયર્સનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો, હવે નિશાના પર રોહિત
આઈપીએલમાં વિરાટ કોહલીનું બેટ શાનદાર રીતે રન વરસાવી રહ્યું છે. હવે તેને ધમાલ કરતા એબી ડીવિલિયર્સનો મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.
IPL 2024ની 45મી મેચમાં ગુજરાત ટાઇટન્સ સામે લક્ષ્યનો પીછો કરતા વિરાટ કોહલીએ શાનદાર ઇનિંગ રમી. કોહલીએ 44 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી અણનમ 70 રન બનાવ્યા.

હવે આ અણનમ ઇનિંગ સાથે વિરાટ કોહલીએ બેંગલુરુના પૂર્વ બેટ્સમેન એબી ડી વિલિયર્સનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગુજરાત વિરૂદ્ધ રમાયેલી મેચમાં કોહલીએ એબી ડી વિલિયર્સનો સિક્સરનો રેકોર્ડ પોતાના નામે આવ્યુ.
કોહલીએ IPLમાં 254 સિક્સર પૂરી કરી લીધી છે. ડી વિલિયર્સે તેની IPL કરિયરમાં 251 સિક્સર ફટકારી છે. આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સનો રોહિત શર્મા 275 છગ્ગા સાથે બીજા સ્થાને છે. કોહલી હવે તેનો રેકોર્ડ પણ તોડી શકે છે. આ યાદીમાં ક્રિસ ગેલ નંબર વન પર છે. ગેલે તેની IPL કરિયરમાં 357 સિક્સર ફટકારી છે.
IPLમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન
ક્રિસ ગેલ - 357 છગ્ગા
રોહિત શર્મા - 275 છગ્ગા
વિરાટ કોહલી - 254 છગ્ગા
એબી ડી વિલિયર્સ - 251 છગ્ગા
એમએસ ધોની - 247 છગ્ગા.
વિરાટ કોહલીએ IPL 2024માં 500 રન પૂરા કર્યા છે. વર્તમાન સિઝનમાં આ આંકડો સ્પર્શનાર તે પ્રથમ બેટ્સમેન બન્યો છે. સૌથી વધુ રન સાથે બાદ કોહલી પાસે ઓરેંજ કેપ છે. અત્યાર સુધી કોહલીએ 10 મેચની 10 ઇનિંગ્સમાં 71.43ની એવરેજ અને 147.49ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરીને 500 રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
