IPL 2024 : કરો યા મરો મુકાબલામાં રાજસ્થાને ટોસ જીત્યો, પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
આઈપીએલ પ્લેઓફનો અંતિમ મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રાઈ રહ્યો છે. આ મુકાબલો જીનતારી ટીમ કોલકત્તા સામે ફાઈનલમાં ટકરાશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેના મુકાબલામાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે.

બંને ટીમો આ મેચ જીતીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરશે. સનરાઈઝર્સ હૈદરાબાદ ચેન્નાઈના ચેપોક સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સામે વાપસી કરવાની ઈચ્છાથી ઉતરશે.
સનરાઇઝર્સ હૈદરાબાદને તેની પ્રથમ ક્વોલિફાયર મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે હારનો સામનો કરવો પડ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનો ક્વોલિફાયર વનમાં ભારે ફ્લોપ સાબિત થયા હતા.
આ મુકાબલામાં ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માના બેટ શાંત રહ્યા હતા. હૈદરાબાદ માટે રાહુલ ત્રિપાઠીના બેટથી જ રન આવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની બોલિંગ યુનિટ ખૂબ જ મજબૂત છે. ફાસ્ટ બોલિંગની સાથે સાથે ટીમનો સ્પિન વિભાગ પણ અનુભવી છે. યુઝવેન્દ્ર ચહલ અને આર અશ્વિનની જોડી હૈદરાબાદ સામે પોતાની છાપ છોડી શકે છે.
અશ્વિન રોયલ ચેલેન્જર બેંગ્લોર સામે પણ બે મહત્વની વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. જ્યારે યુઝવેન્દ્ર ચહલે વિરાટ કોહલીને પેવેલિયન મોકલ્યો હતો.
સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગની વાત કરીએ તો કેપ્ટન પેટ કમિન્સ પર નિર્ભર રહેશે. આ સિવાય ટી નટરાજન ટીમ માટે મેચ વિનર સાબિત થઈ શકે છે.
નટરાજને આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. જ્યારે ભુવનેશ્વર કુમાર શરૂઆતની ઓવરોમાં નવા બોલથી રાજસ્થાનના બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.












Click it and Unblock the Notifications
