IPL 2024 : આ છે આઈપીએલમાં સૌથી વધુ સિક્સર ફટકારનારી ટીમ, ફટકારી દીધા છે 1500થી વધુ છક્કા
આઈપીએલની શરૂઆતમાં ગણતરીના દિવસો બાકી છે. આઈપીએલ શરૂ થાય તે પહેલા જ ખેલાડીઓએ પરસેવો પાડવાનું શરૂ કરી દીધુ છે.
IPLની દરેક સિઝનમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ જોવા મળે છે. આ સિઝનમાં પણ આપણે IPLમાં રનનો વરસાદ જોવા મળશે તે નક્કી છે.

તમે જાણો છો કે IPLમાં અત્યાર સુધી સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ કઈ ટીમના નામે છે? આખરે કઈ ટીમે IPLમાં સૌથી વધુ સિક્સર મારવાની સિદ્ધિ હાંસલ કરી છે?
તો જણાવી દઈએ કે, ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની ગણતરી IPLની બે સૌથી સફળ ટીમોમાં થાય છે. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સિક્સર ફટકારવામાં પણ આગળ છે.
મુંબઈ ઈન્ડિયન્સે 1548 સિક્સ ફટકારી છે
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલમાં સૌથી વધુ 1548 સિક્સ ફટકારી છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં મુંબઈ પણ પાંચ વખત IPL ટ્રોફી જીતવામાં સફળ રહ્યું છે. મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન જોરદાર રહ્યું છે. આ જ કારણ છે કે આ ખાસ રેકોર્ડ ટીમના નામે નોંધાયેલો છે.
આ યાદીમાં RCB એટલે કે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ બીજા સ્થાને છે. RCBએ IPLમાં અત્યાર સુધીમાં કુલ 1484 સિક્સર ફટકારી છે. જો કે, RCBની ટીમ એક વખત પણ IPL ટ્રોફી જીતી શકી નથી. આ સિઝનમાં RCB ટીમ IPL ટાઇટલ જીતવા મેદાને ઉતરશે.
આ સિવાય મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની વાળી ચેન્નાઈ સુપર કિંગ્સની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે અત્યાર સુધીમાં 1401 સિક્સર ફટકારી છે.
પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સના નામે 1393 સિક્સર છે. આ યાદીમાં બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાનની ટીમ KKR ચોથા સ્થાન પર છે. KKRએ કુલ 1351 સિક્સર ફટકારી છે.
દિલ્હી કેપિટલ્સના નામે 1213 છગ્ગા છે. સંજુ સેમસનની કપ્તાનીવાળી રાજસ્થાન રોયલ્સના નામે અત્યાર સુધીમાં 1123 છગ્ગા છે. આ જ ટૂર્નામેન્ટમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કુલ 860 સિક્સર ફટકારી છે.












Click it and Unblock the Notifications
