IPL 2025 : આ સ્ટાર ખેલાડીઓ માટે આ સિઝન છેલ્લી હશે, જાણો લિસ્ટમાં કોના કોના નામ?

IPL 2025 : ચેન્નાઈ સુપર કિંગ્સના સફળ કેપ્ટન રહી ચુકેલા અને સ્ટાર ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) માટે IPL 2025 મહત્વની સિઝન સાબિત થઈ શકે છે.

43 વર્ષના ધોની આઈપીએલ પછી સંન્યાસ લઈ શકે છે. અગાઉ IPL 2024 બાદ પણ તેની નિવૃત્તિની અટકળો હતી પરંતુ ધોનીએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નહોતી.

IPL 2025

IPL 2025ની શરુઆત શનિવારથી થઈ રહી છે, જ્યાં પહેલી મેચ Kolkata Knight Riders (KKR) અને Royal Challengers Bangalore (RCB) વચ્ચે થશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) પોતાનો પહેલો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે રમશે.

આઈપીએલમાં Faf du Plessis પણ સંન્યાસ લઈ શકે છે. 40 વર્ષીય ડુ પ્લેસિસે IPLમાં 145 મેચ રમી છે અને 4571 રન બનાવ્યા છે. જો કે, IPL 2025 પછી તે નિવૃત્તિ લેશે કે નહીં તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

Kolkata Knight Riders (KKR) માટે વર્ષોથી આલરાઉન્ડ પ્રદર્શન કરતા Sunil Narine માટે પણ આ સિઝન છેલ્લી હોઈ શકે છે. 177 IPL મેચોમાં 1534 રન અને 180 વિકેટ સાથે નારાયણનો પ્રભાવશાળી રેકોર્ડ છે.

જણાવી દઈએ કે, આઈપીએલ 2025 ની શરૂઆત 22 માર્ચથી થવા જઈ રહી છે. આ સિઝનમાં 13 શહેરોમાં કુલ 74 મુકાબલા રમાશે. અહીં તમામ લોકોની નજર ધોની સાથે સાથે રોહિત શર્મા અને વિરાટ કોહલી પર પણ રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X