IPL 2025 Playoffs : રાજસ્થાન રોયલ્સના પ્લેઓફમાં પહોંચવાના કેટલા ચાન્સ? જાણો સમીકરણ
IPL 2025 Playoffs : રાજસ્થાન રોયલ્સના યુવા ખેલાડી વૈભવ સુર્યવંશીએ પોતાના ત્રીજા IPL મેચમાં શાનદાર સદી ફટકારીને ક્રિકેટ જગતમાં ડંકો વગાડી દીધો છે.
તેના આ ધમાકેદાર પ્રદર્શનના કારણે ગુજરાત ટાઇટન્સ સામે 8 વિકેટથી શાનદાર વિજય મેળવતા રાજસ્થાન માટે પ્લેઓફની આશા ફરી જીવંત થઈ છે.

IPL 2025ના હાલના સિઝનમાં રોયલ્સે 3 જીત સાથે પોઇન્ટ ટેબલમાં 6 પોઇન્ટ મેળવી 8મા સ્થાને છે. જો કે પ્લેઓફમાં પ્રવેશ મેળવવા કપરા ચઢાણ છે. હજુ પણ રોયલ્સને પોતાના બાકીના 4 મેચ જીતવા પડશે. જો એક પણ મેચ હારશે તો પ્લેઓફની આશા પુરી થઈ જશે.
આવી રીતે પ્લેઓફમાં પહોંચી શકે છે રાજસ્થાન રોયલ્સ?
- હજુ 4 મેચ બાકી છે, જેમાં દરેકમાં વિજય જરૂરી છે.
- જો બધી જ મેચ જીતે તો રોયલ્સ કુલ 14 પોઇન્ટ થાય.
- પરંતુ માત્ર પોઈન્ટ પૂરતા નથી, નેટ રન રેટ (NRR) પણ મહત્વની રહેશે.
- જો અન્ય ટીમો પણ 14 પોઈન્ટ સુધી પહોંચી જાય તો NRR નકારાત્મક હોય તો રોયલ્સ બહાર થઈ શકે છે.
- એટલે દરેક જીત મોટા તફાવતથી હોવી જરૂરી છે, જેમ ગુજરાત સામે 16 ઓવરમાં મેચ ફતેહ કરી હતી.
રાજસ્થાનના આ આશાવાદ માટે બે ખેલાડીઓ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે, વૈભવ સુર્યવંશી અને યશસ્વી જયસ્વાલ. બંનેએ ગુજરાત સામે તોફાની બેટિંગ કરીને ટીમને ઝળહળતી જીત અપાવી હતી. જો બંને આવી જ ફોર્મમાં આગળના મેચમાં પણ રમે તો રોયલ્સની જીતની સંભાવના વધી શકે છે.
સુર્યવંશીની સદી માત્ર વ્યક્તિગત સિદ્ધિ નહોતી પરંતુ ટિમ માટે ઊર્જાનો સ્ત્રોત બની છે. જયસ્વાલ પણ ઓપનિંગમાં સ્ટેડી અને અગ્રેસિવ રમતથી ટીમને ઝડપથી આગળ લઈ જઈ શકે છે.
રાજસ્થાન રોયલ્સ માટે પ્લેઓફ હજુ શક્ય છે, પરંતુ તેની માટે 100% કન્સિસ્ટન્સી અને સાથોસાથ અન્ય ટીમોના પરિણામો પર પણ નિર્ભર રહેવું પડશે.
આવતા દરેક મેચમાં મજબૂત પરિણામ સાથે દબદબો જાળવવો પડશે. સુર્યવંશી અને જયસ્વાલ જેવા યુવા ખેલાડીઓ ટીમના મુખ્ય આધાર બનશે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના










Click it and Unblock the Notifications
