IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સને લાગી શકે છે મોટો ઝટકો, 3 સ્ટાર ખેલાડી છોડી શકે છે ટીમ
IPL 2025 : આઈપીએલ 2024 મુંબઈ ઈન્ડિયન્સ માટે નિરાશાજનક રહ્યું છે. હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યા બાદ ટીમ આઈપીએલમાં સૌથી નબળુ પ્રદર્શન કરનારી ટીમોમાં સામેલ રહી.
હવે IPL 2025 પહેલા તેની સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, રોહિત શર્માની સાથે વધુ બે દિગ્ગજ ખેલાડી ટીમ છોડી શકે છે.

અહેવાલો પર વિશ્વાસ કરીએ તો, જસપ્રીત બુમરાહ અને સૂર્યકુમાર યાદવ પણ ટીમ છોડી શકે છે. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.
જણાવી દઈએ કે, મુંબઈએ ગત સિઝનમાં હાર્દિક પંડ્યાને ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કર્યો હતો. પંડ્યા ટીમ સાથે જોડાતાની સાથે જ રોહિત શર્માને કેપ્ટન્સી પરથી હટાવી દેવામાં આવ્યો હતો. ફેન્સે સોશિયલ મીડિયા પર રોહિતને કેપ્ટનશીપથી હટાવવાનો વિરોધ કર્યો હતો.
આ સાથે ટીમના ખેલાડીઓ પણ ખુશ નહોતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈના ખેલાડીઓ પંડ્યાના વલણથી ખુશ ન હતા. હવે તેની અસર આગામી સિઝનમાં પણ જોવા મળી શકે છે.
વેરિફાઈડ ટ્વિટર હેન્ડલ પરથી IPL 2025 સંબંધિત અપડેટ શેર કરવામાં આવી છે. આ મુજબ રોહિતની સાથે સૂર્યા અને બુમરાહ પણ મુંબઈ છોડી શકે છે. મુંબઈ માટે ખિતાબ જીતવામાં આ ત્રણેય દિગ્ગજ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યા છે.
હવે તેઓ અલગ થવા તરફ આગળ વધી રહ્યા છે. બુમરાહ અને સૂર્યાનું રોહિત સાથે ખૂબ જ સારું બોન્ડિંગ છે. તેની અસર રમતગમતમાં પણ જોવા મળે છે. જો આ ત્રણેય મુંબઈથી બહાર થશે તો ટીમને મોટું નુકસાન થશે.
જો રોહિત મુંબઈ છોડે છે તો તે ગુજરાત ટાઇટન્સ અથવા દિલ્હી કેપિટલ્સમાં જોડાઈ શકે છે. રિષભ પંત દિલ્હી કેપિટલ્સ જઈ શકે છે. તે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાઈ શકે છે.
અહેવાલો અનુસાર, દિલ્હી પંતથી ખુશ નથી. ગુજરાતની કેપ્ટનશીપ શુભમન ગિલ કરી રહ્યો છે. પરંતુ તેની પાસે હજુ સુધી કેપ્ટનશિપ સંબંધિત વધુ અનુભવ નથી.












Click it and Unblock the Notifications
