IPL 2026 Auction : આઈપીએલ ઓક્શમમાં 369 ખેલાડીઓની બોલી લાગશે, જોઈ લો લિસ્ટ
IPL 2026ના મિની ઓક્શન પહેલા BCCIએ ખેલાડીઓની અંતિમ યાદી જાહેર કરી દીધી છે. મંગળવારે એટલે કે આજે 16 ડિસેમ્બરે અબુ ધાબીના એતિહાદ એરેનામાં (Etihad Arena) આ ઓક્શન યોજાશે. કુલ 369 ખેલાડીઓ આ ઓક્શનમાં પોતાનું નસીબ અજમાવશે, જેમાં ભારતીય અને વિદેશી બંને ખેલાડીઓનો સમાવેશ થાય છે.

આ ઓક્શનમાં ભાગ લેનારી 10 ફ્રેન્ચાઈઝીઓ પાસે કુલ 77 સ્લોટ્સ ઉપલબ્ધ છે, જેમાં 31 ઓવરસીઝ ખેલાડીઓ માટે નિર્ધારિત છે. કુલ 369 ખેલાડીઓમાંથી 253 ભારતીય ખેલાડીઓ છે (16 કેપ્ડ, 237 અનકેપ્ડ), જ્યારે 116 વિદેશી ખેલાડીઓ પણ આ બિડિંગ પ્રક્રિયાનો ભાગ બનશે.
ખેલાડીઓની બેઝ પ્રાઈઝ વિવિધ કેટેગરીમાં વહેંચાયેલી છે. 2 કરોડની સર્વોચ્ચ બેઝ પ્રાઈઝમાં 40 ખેલાડીઓ, 1.50 કરોડમાં 9 ખેલાડીઓ, અને 1 કરોડમાં 17 ખેલાડીઓ સામેલ છે. જ્યારે 75 લાખમાં 44, 50 લાખમાં 4, અને 40 લાખમાં 7 ખેલાડીઓ છે.
સૌથી વધુ 235 ખેલાડીઓ 30 લાખના બેઝ પ્રાઈઝમાં બિડ માટે ઉપલબ્ધ છે. આ ઓક્શનનું માળખું કુલ 42 સેટમાં ગોઠવાયેલું છે, જેને 10 મુખ્ય કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલા છે, જેમાં કેપ્ડ/અનકેપ્ડ બેટર, ઓલ-રાઉન્ડર, વિકેટકીપર, પેસર અને સ્પિનર જેવી શ્રેણીઓ મુખ્ય છે.
ઓક્શનના પ્રથમ સેટ (BA1)માં ડેવૉન કોનવે, કેમરૂન ગ્રીન, ડેવિડ મિલર (તમામ 2 કરોડ) અને ભારતના સરફરાઝ ખાન (75 લાખ) જેવા કેપ્ડ બેટર્સ પર બોલી લાગશે. બીજા સેટ (AL1)માં વાનિંદુ હસરંગા, લિયામ લિવિંગસ્ટોન (બંને 2 કરોડ) અને દીપક હુડ્ડા (75 લાખ) જેવા કેપ્ડ ઓલ-રાઉન્ડર્સ પર બિડિંગ થશે.
સેટ 3 (WK1)માં કેપ્ડ વિકેટકીપર્સ ફિન એલન (2 કરોડ), જૉની બેયરસ્ટો (1 કરોડ) અને રહેમાનુલ્લાહ ગુરબાઝ (1.5 કરોડ) સામેલ છે. સેટ 4 (FA1)માં કેપ્ડ પેસર્સ જેમ કે જેરાલ્ડ કોએત્ઝી, એનરિચ નોર્ત્જે (બંને 2 કરોડ) અને ભારતના આકાશ દીપ (1 કરોડ) પર ફ્રેન્ચાઈઝીઓ રસ દર્શાવશે.
કેપ્ડ સ્પિનર્સના સેટ 5 (SP1)માં રવિ બિશ્નોઈ અને મુજીબ ઉર રહેમાન (બંને 2 કરોડ) તેમજ રાહુલ ચાહર (1 કરોડ) જેવા નામો પર નજર રહેશે. છઠ્ઠા સેટ (UBA1)માં આર્ય દેસાઈ, યશ ધૂલ અને અભિનવ મનોહર જેવા અનકેપ્ડ બેટર્સ (તમામ 30 લાખ) સામેલ છે, જેઓ ફ્રેન્ચાઈઝીઓ માટે આકર્ષક વિકલ્પો બની રહેશે.
નોંધનીય છે કે, ઓક્શનની અંતિમ યાદીમાં છેલ્લી ઘડીએ 19 નવા ખેલાડીઓનો સમાવેશ કરાયો હતો. તેમાં ભારતના અભિમન્યુ ઈશ્વરન (બેટર), ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝારાબાની (પેસર) અને દક્ષિણ આફ્રિકાના કાઈલ વેરેઈને (વિકેટકીપર) જેવા અગ્રણી નામો છે. આ ઉમેરાયેલા તમામ ખેલાડીઓની બેઝ પ્રાઈઝ 30 લાખ નિર્ધારિત કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
