IPL 8: ચેન્નઇની બીજી જીત, હૈદરાબાદને આપી 45 રનોથી માત
ચેન્નઇ, 11 એપ્રિલ: એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં શનિવારે રમાયેલ ઇન્ડિયન પ્રીમિયર લીગના આઠમાં સિઝનની ચોથી મેચમાં ચેન્નઇ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 45 રનોથી માત આપી દીધી. સનરાઇઝર્સની સામે જીતવા માટે 210 રનોનું લક્ષ્ય હતું ટીમ નિર્ધારિત ઓરોમાં છ વિકેટના નુકસાન પર માત્ર 164 રન જ બનાવી શકી.
કપ્તાન ડેવિડ વોર્નરે ટીમ તરફથી સર્વાધિક 53 રનોનું યોગદાન આપ્યું. પોતાની 42 બોલોની પારીમાં વાર્નરે ત્રણ છગ્ગા અને એક એક ચોગ્ગો ફટકાર્યો. સુપરકિંગ્સ તરફથી મોહિત શર્મા અને ડ્વાયન બ્રાવોએ બે-બે વિકેટ પોતાના નામે કરી. ઇશ્વર પાંડે તથા રવિચંદ્રન અશ્વિનને એક-એક વિકેટ મળી.
વોર્નર તથા શિખર ધવને આશા પ્રમાણે ટીમને સારી શરૂઆત અપાવી. શિખર ધવને 26, નમન ઓઝા 15, રવિ બોપારા 22 અને વિલિયમસને 26 રનોનું યોગદાન કર્યું. બાકીના પૂછળીયા બેટ્સમેનોએ કંઇ કમાલ કરી નહીં, અને હૈદરાબાદે હારનો સામનો કરવો પડ્યો.
આ પહેલા બેંડન મેક્કલમની શાનદાર સદીના કારણે ચેન્નઇ 4 વિકેટના નુકસાન પર 209 રનો સુધી પહોંચી શક્યું. મેક્કલમે 56 બોલમાં છ છગ્ગા અને સાત ચોગ્ગા ફટકાર્યા હતા. મહેન્દ્ર સિંહ ધોનીએ પણ શાનદાર 29માં 53 રનોનું યોગદાન આપ્યું હતું.












Click it and Unblock the Notifications
