IPL Auction 2020: હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે RCB
IPL Auction 2020: હરાજીમાં આ ખેલાડીઓ પર દાવ લગાવી શકે છે RCB
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 13મી સીઝન માટે કોલકતામાં આજે બધી ટીમો ખેલાડીઓની હરાજી માટે એકત્રિત થઈ રહી છે. જ્યારે આજે બધાની નજર રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પર હશે. અત્યાર સુધીમાં એકપણ ખિતાબ ના મેળવનાર આરસીબીની ટીમ હંમેશાથી મોટા સ્ટાર ખેલાડીઓ માટે ઓળખાય છે પરંતુ આ વખતે આ ટીમે સૌથી વધુ ખેલાડી રિલીઝ કર્યા છે. એટલું જ નહિ ટીમે આખું મેનેજમેન્ટ બદલી નાખ્યું છે, નવા કોચિંગ સ્ટાફ સાથે આરસીબીની ટીમની નજર એવા ખેલાડીઓ પસંદ કરવા પર હશે જેઓ કદાચ આ વખતે ખિતાબ જીતવાનું ટીમનું સપનું પૂરું કરી શકે.
આઈપીએલમાં આજે 73 જગ્યા માટે હરાજી થશે જેમાં 12 ખેલાડીઓની જગ્યા આરસીબી ટીમમાં છે. આરસીબીની ટીમ પાસે કુલ 27.90 કરોડ રૂપિયા બચ્યા છે જ્યારે તે 57.10 કરોડ રૂપિયા ખર્ચ કરી ચૂકી છે. આરસીબીની ટીમને હાલ વિદેશી ખેલાડીઓની જરૂરત છે જે તેમની ટીમને મજબૂતી આપી શકે. આ ટીમને વિદેશી ઓલરાઉન્ડર, વિકેટકીપર બેટ્સમેન અને પેસર (ફાસ્ટ બોલર)ની જરૂરત છે.
આ ઉપરાંત આરસીબીની ટીમના મધ્યક્રમમાં પયોગી બેટ્સમેનોની જરૂરત હશે. આરસીબીની ટીમ આ વખતે કેપ્ટન કોહલી અને એબીડીની નિર્ભરતાથી ઉભરવા માંગશે અને ટીમમાં કેટલાક ઉપયોગી ખેલાડીઓ લેવા માંગશે.

આ છે આરસીબીની સમસ્યા
આરસીબીની ટીમની સૌથી મોટી સમસ્યા બજેટની કમી છે, જણાવી દઈએ કે ટીમ પાસે જગ્યા ઘણી છે પરંતુ પૈસા બહુ ઓછા છે. એવામાં આરસીબીની ટીમ વધુમાં વધુ એક જ મોંઘો વિદેશી ખેલાડી ખરીદી શકે છે.

આ ખેલાડીઓને ખરીદી શકે
આરસીબીની ટીમ વિદેશી ખેલાડીઓમાં એરોન ફિંચ, ગ્લેન મેક્સવેલ, શિમરૉન હેટમાયર, જિમી નીશામ અને શેલ્ડન કૉટરેલની પાછળ જઈ શકે છે જ્યારે ઘરેલૂ ખેલાડીઓમાં પ્રિયમ ગર્ગ, વિરાટ સિંહ, યૂસુફ પઠાન અને રોહન કદમ પર નજર હશે.

હાલ આવી છે આરસીબીની ટીમ
એબીડી, વિરાટ કોહલી, ગુરકીરત સિંહ, મોઈન અલી, પાર્થિવ પટેલ, શિવમ દુબે, વૉશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, દેવદત્ત પડીક્કલ, યુઝવેન્દ્ર ચહલ
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
